Tuesday, December 7, 2021
Homeગીરમાં સિંહોનાં મોત મામલે હાઈકોર્ટમાં સરકારનો જવાબ
Array

ગીરમાં સિંહોનાં મોત મામલે હાઈકોર્ટમાં સરકારનો જવાબ

રાજકોટ: ગીર અભ્યારણ્યમાં સિંહોના અપમૃત્યુના કેસમાં હાઇકોર્ટ દ્વારા ગત તા. 17 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર પાસે સ્પષ્ટતા માગી હતી. જે કેસમાં રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટમાં સરકાર દ્વારા કુવા, ફેન્સીંગ અને વાયરસ બાબતે શું પગલા લેવામાં આવી રહ્યા છે તે બાબતે સ્પષ્ટતા મગાઈ હતી.

સરકારે રજૂઆત કરી કે, ખુલ્લા કુવામાં દિવાલ બનાવવા માટે સબસીડીની યોજના માટે ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત ઇલેક્ટ્રીક ફેન્સીંગ બાબતે પણ ખેડૂતોને જાગૃત કરવા પ્રયાસો હાથ ધરાયા છે. ગીરમાં વાઇરસના ફેલાવાથી સિંહોના અપમૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે નિષ્ણાંતોની ટીમ તૈયાર કરવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા આ કેસમાં મોનિટરીંગ ચાલુ રાખવામાં આવ્યું છે. દરમ્યાન રેલવેમાં કપાઇ જવાથી 3 સિંહના મૃત્યુ થતાં થોડા સમય અગાઉ રેલવે દ્વારા પણ સોગંદનામુ રજુ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments