Tuesday, December 7, 2021
Homeગીરસોમનાથ : એક્સ આર્મીમેન રાણાઓડેદરાએ આતંકવાદીઓ ને પાઠ ભણાવવા 6 મહિના માટે...
Array

ગીરસોમનાથ : એક્સ આર્મીમેન રાણાઓડેદરાએ આતંકવાદીઓ ને પાઠ ભણાવવા 6 મહિના માટે ફરી આર્મી જોઈન્ટ કરવા કમાન્ડિંગ ઓફિસર પાસે માગી પરવાનગી

કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં સીઆરપીએફ ની ટુકડી પર આતંકવાદી હુમલામાં જે 44 જવાનો શહીદ થયા તેના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે.તો આર્મી માંથી રિટાયર્ડ થયેલા સૈનિકો પણ ઉકળી ઉઠ્યા છે.મૂળ પોરબંદરનાં અને હાલ ગીર સોમનાથ નાં સુત્રાપાડા ખાતે વિકાસ શાખામાં નાયબ ચિટનીશ અને ઇન્ચાર્જ ટીડીઓ તરીકે ફરજ બજાવતા એક્સ આર્મી મેન રાણા ઓડેદરાએ આતંકવાદીઓ ને પાઠ ભણાવવા 6 મહિના માટે ફરી આર્મી જોઈન્ટ કરવા તેના કમાન્ડિંગ ઓફિસર પાસે પરવાનગી માગી છે.

ગીર સોમનાથનાં સુત્રાપાડા ખાતે ઇન્ચાર્જ ટીડીઓ તરીકે ફરજ બજાવતા એક્સ આમીમેન રાણા ઓડેદરાએ ડીડીઓ મારફત તેની પૂર્વ રેજીમેન્ટ ગ્રેનેડિયર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસરને પત્ર લખી 6 મહિના માટે ફરી તેને આર્મીમાં સેવા આપવા દેવામાં આવે તેવી માંગ કરી છે.સરકાર પાસે ગુહાર લગાવતા આ એક્સ આમીમેન એ જણાવ્યું છે કે આતંકવાદીઓના દાંત ખાટા કરવા માટે મને ફરી તક આપવામાં આવે.છેલ્લા 2 વર્ષ પહેલા તેઓ ગ્રેનેડિયર રેજીમેન્ટ જબલપુર થી સેક્સન કમાન્ડર તરીકે રિટાયર્ડ થયા છે.

 

કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં સીઆરપીએફ પર થયેલા આત્મઘાતી હુમલા સંદર્ભે દેશની તમામ પ્રજામાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે રિટાયર્ડ આર્મીના જવાનો ત્રાસવાદીઓને ભરી પીવા ફરી સેના જોઈન્ટ કરવાની માંગ કરી રહ્યા છે. સુત્રાપાડા ના ઇન્ચાર્જ ટીડીઓ પણ એક્સ આર્મી મેન છે. તેઓએ પોતાની રેજીમેન્ટને પત્ર દ્વારા જણાવ્યું છે કે, ‘હું રિટાયર્ડ થયો ત્યારની રેન્ક સાથે મને 6 મહિના માટે ફરી તક આપવામાં આવે.’ કાશ્મીરમાં જબરદસ્ત ષડયંત્ર ચાલે છે. તેને માટે ન તો ભારત દોષી છે કે ન તો આખું પાકિસ્તાન. કેટલાક હિત ધરાવતા પાકિસ્તાનીઓ કાશ્મીરી લોકોને ભડકાવે છે.ભારતીય સેના દેશમાં ક્યાંય મદદ નથી કરી શકતી તેટલી મદદ કાશ્મીરીઓને કરે છે.ભારતીય સેના કાશ્મીર માં છે તો કાશ્મીરીઓના ચૂલા સળગે છે.આ નિવૃત આર્મી જવાન કહે છે કે, ‘કાશ્મીરમાં જવાનો શહીદ થાય છે ત્યારે હ્યુમનરાઈટ વાળા ક્યાં સુઈ જાય છે.રાષ્ટ્રવિરોધી તત્વોને સેના પાઠ ભણાવે ત્યારે આ આતંકવાદીઓના દલાલ બની જાય છે.’ આતંકીઓએ પુલવામાં માં કોઈ બહાદુરી નથી કરી. પીઠ પાછળ ઘા કર્યો છે.ત્રાસવાદીઓ કાયર છે.સ્થાનિક ગદ્દારો આતંકીઓને સહકાર આપે છે.માટે જ તેઓ હુમલો કરી જાય છે.મને મારી રેજીમેન્ટ પરવાનગી આપશે તો હું ચોક્કસ આર્મીમાં ફરી જઈશ અને આતંકીઓ નાં દાંત ખાટા કરી નાખીશ.                                                   બાઈટ-રાણા ઓડેદરા. (એક્સ આર્મીમેન)

રીપોટર દિપકજોષી , CN24NEWS ગીરસોમનાથ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments