Thursday, October 21, 2021
Homeગીરસોમનાથ : વેરાવળ ખાતે જીલ્લા પોલીસ વિભાગની શાંતિ સમીતી ની બેઠક નો...
Array

ગીરસોમનાથ : વેરાવળ ખાતે જીલ્લા પોલીસ વિભાગની શાંતિ સમીતી ની બેઠક નો ફીયાસ્કો સર્જાયો.

તાબડતોબ બોલાવાયેલ બેઠક અંગે શહેરીજનો ને પુરતી જાણ ન હોવાથી તેમજ બેઠક ના અામંત્રણ આપવમાં જવાબદાર વિભાગ ની બેદરકારી ના કારણે શાંતિ સમીતી ની બેઠક માં આગેવાનો ની ખુબજ પાંખી હાજરી ના પગલે બેઠક હોલ માં ખુરશીઅો ખાલીખમ નજરે પડી હતી. આતંકી એલર્ટ બાદ સુરક્ષાની દ્રષ્ટી એ રાખવામાં આવેલ અતિ મહત્વપુર્ણ બેઠક માત્ર અોપચારીક બની જતાં ચકચાર જાગી છે.  તો બીજી તરફ આ બેઠકા માં સમુદ્રી સુરક્ષા બાબતે ગંભીર બેદરકારી અંગે માચ્છીમાર સમુદાય દ્વારા રજૂઅાત કરતાં સુરક્ષા વિભાગની પોલ છતી થઇ હતી. વેરાવળ બંદર માં કોઇ પણ જાત ની તકેદારી વિના બેરોકટોક પરપ્રાંતીય બોટો બીન્દાસ આવન જાવન કરે છે પરંતુ સુરક્ષા વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થતી સામે આવી છે.

જમ્મુ કાશ્મીર ના પુલવામાં આતંકી હુમલા બાદ આતંકી અો એ ગુજરાત માં કોઇ મોટી આતંકી ઘટના ને અંજામ આપવા ની ફરાત માં હોવાના ગુપ્તચર વિભાગના ઇનપુટ બાદ ગુજરાત માં અેલર્ટ જાહેર કરવામાં આવેલ છે ખાસ કરી ને મોટા મંદીરો, ભીડભાડ વાળા વિસ્તારો ને આતંકીઅો નિશાન બનાવી શકે છે. ત્યારે આતંકીઅો ના હીટ લીસ્ટ માં રહેલ દેશના પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મંદીર ની સુરક્ષા ને સાદબી કરાઇ છે તો બીજી તરફ સુરક્ષા ને ઘ્યાને લઇ ગીર સોમનાથ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેર ના આગેવાનો અને શહેરીજનો સાથે શાંતિ સમીતી ની બેઠક નું અતિ મહત્વપુર્ણ આયોજન રવિવાર ના રોજ હાથ ઘરવામાં આવેલ. પ્રથમ આ બેઠક જીલ્લા પોલીસ અઘિક્ષક રાહુલ ત્રીપાઠી ના અઘ્યક્ષ સ્થાને યોજનાર હતી પરંતુ કોઇ કારણ સર જીલ્લા પોલીસ અઘિક્ષક બેઠક માં હાજર ન રહેતા આખરે હેડકવાટર ડીવાયએસપી એમ.એમ.પરમાર ના અઘ્યક્ષ સ્થાને શાંતિ સમીતી ની બેઠક યોજાઇ હતી.

 

સુરક્ષાની દ્રષ્ટીએ અતિ મહત્વપુૃણ આ બેઠક માં આગેવાનો ની પાંખી હાજરી સાથે મોટાભાગ ની ખુરશીઅો ખાલી ખમ નજરે પડતાં શાંતિ સમીતી ની મહત્વપુૃણ બેઠક બાબતે જવાબદાર વિભાગ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોય તેવી સ્થતી સામે આવી હતી. સમાન્ય સંજોગો માં મોટા ભાગે વેરાવળ શહેર માં શાંતિ સમીતી ની બેઠક માત્ર નામ પુરતી જ મળે છે અને ગણ્યાં ગાઠયા લોકો ની હાજરી સાથે કામગીરી કર્યાનો સંતોષ માની લેવાય છે. ત્યારે આતંકી ઘટના ને પગલે તકેદારી ના ભાગરૂપે બોલાવાયેલી મહત્વપુર્ણ બેઠક માં પોલીસ તંત્ર ની ગંભીર બેદરકારી સામે આવી હતી ખુરશીઅો ખાલી રહેવા પાછળ મોટા ભાગ ના આગેવાનો અને શહેરીજનો આ બેઠક થી અજાણ હતાં અને બેઠક ના આમંત્રણ આપવામાં પણ બેદરકારી દાખવવા માં આવી હોવાનું અંદરખાને ચર્ચાઇ રહયુ હતુું. બેઠક માં શહેર ના જવાબદાર આગેવાનો અને શહેરીજનો ની પાંખી હાજરી થી ચર્ચા નો વિષય બન્યો હતો. તો સાથ સાથે આ બેઠક માં સુમુદ્રી સુરક્ષા બાબતે સુરક્ષા વિભાગની ગંભીર બેદરકારી ની પણ પોલ છતી થઇ હતી. માચ્છીમાર બોટ એસોશીએશન ના પ્રમુખ તુલસી ગોહેલ દ્વારા જાહેર માં જણાવવમાં આવેલ કે વેરાવળ બંદર પર કોઇજાતની રોકટોક વગર પરપ્રાંતીય બોટો બિન્દાસ પ્રવેશી રહી છે અને સ્થાનીક ચોકકસ લોકો દ્વારા અસામજીક પ્રવૃતીઅો ચાલી રહી છે.

અતિ મહત્વપુર્ણ છે કે અંદાજે ૭૦ કીમી નો સમુદ્રી કીનારો ઘરાવતા ગીર સોમનાથ જીલ્લા ના સમુદ્ર કીનારા પણ અનેક લેન્ડીંગ પોઇન્ટો જાહેર થયેલા છે સમુદ્રી માર્ગે આતંકીઅો અગાઉ આતંકી ઘટના ને અંજામ આપી ચુકાયા છે. ત્યારે આતંકીઅો ના હીટલીસ્ટ માં રહેલ સોમનાથ મંદીર પર સમુદ્રી સુરક્ષા માં દાખવવામાં આવતી ગંભીર બેદરકારી ને લઇ મોટો ખતરો મંડરાઇ રહયો છે. જો કે બોટ એસોસીએશન ના પ્રમુખ ની રજૂઆત આઘારે ડી.વાય.એસ.પી પરમારે યોગ્ય કાર્યવાહી ની ખાત્રી આપેલ છે પરંતુ સમુદ્રી સુરક્ષા બાબતે સુરક્ષા એજન્સીઅો ની પોલ છતી થતાં બેઠક માં ખળભળાટ જોવા મળેલ હતો..તો સાથે સુરક્ષા ની દ્રષ્ટીઅે અતિમહત્વપુર્ણ બેઠક માં લોકો ની પાંખી હાજરી ને પગલે બેઠક અોપચારીક માત્ર બની ગઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments