Sunday, November 28, 2021
Homeગીરસોમનાથ : સીંગસરગામના ખેડૂત ની જમીનો ને બારોબાર વેચી મારવા ના કોભાંડ નો...
Array

ગીરસોમનાથ : સીંગસરગામના ખેડૂત ની જમીનો ને બારોબાર વેચી મારવા ના કોભાંડ નો સુત્રાપાડા પોલીસે કર્યો પર્દાફાશ

 
આરોપી વિઝન
 
ગીર સોમનાથ માં જમીન કોભાંડી અો દ્વારા ગરીબ અને અભણ ખેડૂતો ની જમીનો ને બારોબાર વેચી મારવા ના કોભાંડ નો સુત્રાપાડા પોલીસે પર્દાફાશ કરેલ છે.સુત્રાપાડા ના સીંગસર ગામે અંંબુજા સીમેન્ટ કંપની ની માઇનીંગ લીઝ અાવેલ હોય અને ખાનગી કંપનીઅો ને લાઇમ સ્ટોન ની ખુબજ જરૂરીયાત રહેતી હોવાથી આ વિસ્તાર ની જમીનો કરોડો ની કીંમત માં ખરીદ કરેલ છે.જેને પગલે આ વિસ્તાર મા જમીન કોભાંડીયાઅો સક્રીય બન્યા છે.

ભોગ બનનાર પરિવાર અને જમીન ના વિઝન

સુત્રાપાડા પોલીસે આ કોભાંડ નો પર્દાફાશ કરેલ છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એ.પી.પંડયાએ માહીતી આપતા જણાવેલ કે, સીંગસર ગામના વિરા કાળા વાળા નામના વયોવૃઘ્ઘ ખેડૂત ની ખેતી ની જમીન અંબુજા કંપની ને ત્રણ કરોડ માં વેચી મારવા માટે વેરાવળ ના રમેશ જોઘા પંપાણીયા નામના એક વકીલ સહીત સહીત ની ટોળકી એ ષડયંત્ર રચ્યું હતુ. વેરાવળ તાલુકા ના ડારી ગામના નામચીન શેરજી મામદ જીકાણી કોભાંડીયા શખ્સ ના નામે મુળ જમીન માલીક વીરા કાળા વાળા ના બનાવટી આઘારકાર્ડ, પાનકાર્ડ સહીત ના દસ્તાવેજો તૈયાર કરાયા હતા.
અંબુજા કંપની સાથે ત્રણ કરોડ માં જમીન નો સોદો નકકી કરી આ માટે નું કંપની ને બાનાખત રજીસ્ટર કરાવવા આરોપીઅો સુત્રાપાડા મામલતદાર કચેરી માં પહોંચ્યા હતા જયાં બાનાખત રજીસ્ટર કરાવતા ની સાથે જ પોલીસ ત્રાટકી હતી અને ડારી ગામના શેરજી જીકાણી ને ઝડપી પડયો હતો. આ સમગ્ર કોભાંડ બાબતે વકીલ સહીત ૧૩ શખ્સો ની ટોળકી સામે ગુન્હો નોઘી મોટા ભાગ ના આરોપી અો ને પોલીસે ઝડપી પાડયા હત અને કોર્ટ માં રજૂ કરતાં કોર્ટે હાલ પોલીસ રીમાન્ડ પર સોંપ્યા છે.
બાઇટ : એ.પી.પંડયા ( પી.અેસ.આઇ – સુત્રાપાડા )
 
 
સુત્રાપાડા ના સીંગસર ગામના ખેડૂતો અને ફરીયાદ ના જણવ્યા મુજબ સીંગસર ગામે અંબુજા કંપની દ્વારા લાઇમ સ્ટોન મેળવવા ખેડૂતો ની જમીનો કરોડો ની કીંમત માં ખરીદી કરવામાં અાવે છે અને અમારા ગામ માં અનેક લેભાગું જમીન કોભાંડીયાઅો અંબુજા કંપની ને જમીનો પઘરાવવા કોભાંડો આચરે છે ત્યારે અગાઉ પણ આવા કોભાંડો આચરાયા હોવાની પ્રબળ સંભાવના હોય જેથી આરોપીઅો ની સામે કડક હાથે કાર્યવાહી હાથ ઘરાય તેવ માંગ કરવામાં આવી છે.
બાઇટ : પ્રવિણભાઇ વાજા ( ફરીયાદી )
 
 
સુત્રાપાડા પોલીસે આ ગુન્હા માં વેરાવળ ના વકીલ સહીત ના ૧૩ આરોપીઅો વિરુઘ્ઘ આઇ.પી.સી કલમ ૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૦, ૪૭૧, અને ૧૨૦ – બી મુજબ ગુન્હો નોઘી ૧૧ આરોપીઅો ને ઝડપી પાડયા છે જયારે અન્ય બે ફરાર આરોપીઅો ને ઝડપી પાડવા શોઘખોળ ચલાવી રહી છે.
ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર સહીત ના ગ્રામ્ય વિસ્તારો માં જમીન કોભાંડીયાઅો દ્વારા અનેક જમીન કોભાંડો આચરવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહયુ છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા આવા જમીન કોભાંડીઅો સામે કડક હાથે કાયવાહી હાથ ઘરે તેવી લોક માંગ ઉઠી રહી છે. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments