ગીર સોમનાથ ના ઇન્‍દ્રોય ગામે વાડીના 150 ફુટ ઉંડા ખુલ્‍લા કુવામાં ખાબકતા સિંહણ મોતને ભેટી….

0
54

વેરાવળ તાલુકાના ઇન્‍દ્રોય ગામના જોગી તળવા નજીક આવેલ વરસિંગ વીરાભાઇ બારડની વાડીએ આજે સાંજે ચારેક વાગ્‍યો ઢોર-ઢાખરને ચારો અને પાણી પવડાવવા વરસીંગભાઇ ગયેલ તે સમયે વાડીના કુવામાંથી કોઇ પ્રાણીના મૃતદેહની દુર્ગઘ આવતા તેઓ એ વન વિભાગને જાણ કરી હતી.  જેના પગલે વેરાવળ રેંજનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઇ તપાસ હાથ ઘરી હતી. જે અંગે માહિતી આપતા રેંજ આર.એફ.ઓ. એચ.ડી.ગળચરે જણાવેલ કે, સ્‍ટાફએ વાડીના 150 ફુટ ઉંડા કુવામાં કે જેમાં 50 ફુટ સઘી પાણી ભરેલ હતુ. તેમાં લાઇટ ઉતારી તપાસ કરતા સિંહણનો મૃતદેહ તરતો હોવાનું માલુમ પડેલ હતુ. જેથી મૃતદેહને બહાર કાઢવા રેસ્‍કયુ ઓપરેશન હાથ ઘરવામાં અાવેલ અને સ્‍ટાફના એક કર્મચારીને વ્‍હીલની અંદર બેસાડીને તથા ખાલી ખાટલાને નાળાની દોરી વડે કુવામાં અંદર ઉતારી બે કલાકની જહેમત બાદ મૃતદેહને ખાટલામાં નાંખી બહાર કાઢવામાં આવેલ હતો.

 

આર.એફ.ઓ. એચ.ડી.ગળચરે વઘુમાં જણાવેલ કે, સિંહણના મૃતદેહને બહાર કાઢી પ્રાથમીક તપાસ કરતા અંદાજે બે દિવસ પૂર્વે સિંહણનું મોત થયાનું લાગી રહયુ છે. મૃતક સિંહણ ચારેક વર્ષનું હોવાનું લાગી રહયુ છે. હાલ સિંહણના મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવી રહી છે.
બાઇટ : હરેશ ગલચર ( આર.એફ.ઓ. – વેરાવળ )

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here