Sunday, November 28, 2021
Homeગુંદલા નજીક દેશી પિસ્તોલ, બે કારતૂસ સાથે શખ્સ ઝબ્બે
Array

ગુંદલા નજીક દેશી પિસ્તોલ, બે કારતૂસ સાથે શખ્સ ઝબ્બે

ભાણવડ નજીક ગુંદલા ગામના પાટીયા પાસે સ્થાનિક ગુન્હા શોધક શાખાએ દેશી પિસ્તલ અને બે જીવંત કાર્તુસ સાથે ખજુરીયાના શખ્સને પકડી પાડયો હતો. જેની પુછપરછમાં હથિયાર પુરૂ પાડનાર શખ્સનુ નામ ખુલતા પોલીસે બંને સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.

દ્વારકા એલસીબી ટીમ ભાણવડ પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમ્યાન પોલીસે ગુંદલા ગામના પાટીયા પાસેથી પસાર થતા માલદે ઉર્ફે માલો મેરામણભાઇ ચંદ્રાવડીયા (રે.ખજુરીયા, તા.ખંભાળીયા) નામના શખ્સને આંતરીને તલાશી લેતા તેના કબજામાંથી એક દેશી પિસ્તલ અને બે જીવંત કાર્તુસ પણ મળી આવ્યા હતા.

આથી તેને સ્થાનિક પોલીસ મથકે ખસેડીને પુછપરછ હાથ ધરતા આ હથિયાર ખજુરીયાના ભરત ભીમશી આંબલીયા પાસેથી મેળવ્યુ હોવાની કબુલાત આપી હતી.જેથી પોલીસે રૂ.25,000ની પિસ્તલ અને બે કાર્તુસ કબજે કરી ખજુરીયાના હથિયાર સપ્લાયર કરનારા સહીત બંને સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.પોલીસે ખજુરીયાના વધુ એક શખ્સની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments