ગુજરાતના આ છે ધાકડ પોલીસમેન, 29 વર્ષની સર્વિસમાં મિલ્ખાસિંહ બની જીત્યા છે 50 મેડલ

0
59

શહેરના વાસણા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા ૫૧ વર્ષના હરપાલસિંહ વાઘેલા છેલ્લા ૨૯ વર્ષથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. આમ તો પોલીસ ડયુટીમાં પણ દરેક સમયે દોડવાનું હોય છે. આજના યંગસ્ટર્સ લોકો માટે તેઓ પથદર્શક તરીકેનું કાર્ય કરી શકે છે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં અલગ વયમર્યાદા ગુ્રપમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ હતી.

જીવનમાં કસરત, યોગ, પ્રાણાયામ તેમજ ધ્યાનને મહત્વ આપવું જોઇએ

આ માસ્ટર્સ એથ્લેટિક્સમાં હરપાલસિંહે ૧૦૦મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને ૨૦૦મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ૧૯૮૨થી અત્યાર સુધીમાં એથ્લેટિક્સ ગેમ્સની દોડમાં ૫૦થી વધુ મેડલ જીત્યા છે જે પોલીસ અધિકારી તરીકે એક સિધ્ધિ કહી શકાય છે. આ વિશે વાત કરતાં હરપાલસિંહે કહ્યું કે, આજના પ્રતિસ્પર્ધાના સમયમાં લોકો શરીર પ્રત્યે ધ્યાન આપાવને બદલે બીજી પ્રવૃત્તિઓમાં ગળ્યાડૂબ્યા રહે છે. જીવનમાં કસરત, યોગ, પ્રાણાયામ તેમજ ધ્યાનને મહત્વ આપવું જોઇએ. શરીર અને મન સ્વસ્થ હશે તો આપણું જીવન આનંદમય બની રહેશે.

૨૦૦મીટર દોડ હરપાલસિંહે  ૨૩.૫૦ સેકેન્ડમાં પૂર્ણ કરી હતી

વર્ષ ૧૯૯૧માં  ભાવનગર યુનિવર્સિટી આતંર કોલેજમાં ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૮૦૦, ૧૫૦૦ મીટર દોડમાં ભાવનગર યુનિવર્સિટીની એથ્લેટિક્સમાં ચેમ્પિયન બન્યા હતા. આતંર કોલેજમાં  એથ્લેટિક્સની  ૨૦૦મીટર દોડ હરપાલસિંહે  ૨૩.૫૦ સેકેન્ડમાં પૂર્ણ કરી હતી. જેનો રેકોડ્સ આજે ૨૯ વર્ષ સુધી કોઇ પણ કોઇ તોડી શક્યું નથી. વિશ્વશાંતિ દોડમાં ભાવનગરથી સોમનાથ ૩૨૦ કિ.મી. ૧૯૯૧માં પૂર્ણ કરી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલ ડીજીપી કપમાં તેમના દિકરા રાજવીરસિંહ સાથે ૪-૧૦૦ મીટર રીલે દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમજ હાલમાં કચ્છમાં યોજાયેલા માસ્ટર્સ એથ્લેટિક્સ ઓફ  ઇન્ડિયા ફેડરેશન  એથ્લેટિક્સમાં  ૧૦૦,૨૦૦ અને ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડમેડલ મેળવીને ખુશી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here