Sunday, December 5, 2021
Homeગુજરાતના નકલી એન્કાઉન્ટરમાં મંત્રીઓ અને અધિકારીઓને પણ જેલમાં નાખો
Array

ગુજરાતના નકલી એન્કાઉન્ટરમાં મંત્રીઓ અને અધિકારીઓને પણ જેલમાં નાખો

જસ્ટિસ એચ.એસ. બેદી સમિતિએ ગુજરાત પોલીસ દ્વારા વર્ષ ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન કરાયેલા ત્રણ એન્કાઉન્ટરને નકલી ઠેરવતો રિપોર્ટ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની ખંડપીઠને આપ્યો છે. બેદી આ એન્કાઉન્ટરમાં ફાયરિંગ કરનારા ૯ પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ ૩૦૨ની કલમ નોંધી ટ્રાયલ ચલાવવાની પણ ભલામણ કરી છે. એન્કાઉન્ટરનો ભોગ બનનારા સમીર ખાન, કાસમ જાફર અને હાજી ઇસ્માઇલના પરિવારજનોએ આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદ સંબોધી અસંતોષ વ્યક્ત કર્યો હતો કે જસ્ટિસ બેદી સમિતિએ માત્ર ફાયરિંગ કરનારા પી.આઈ. અને પી.એસ.આઈ. વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, એન્કાઉન્ટરનો આદેશ આપનારા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તત્કાલિન મંત્રીઓ વિરૂધ્ધ પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ. સમીર ખાન અને કાસમ જાફરના પરિવારજનોની માગણી છે કે સરકારે તેમને આપેલું વળતર પણ ખૂબ ઓછું છે. તેથી સુપ્રીમ કોર્ટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ વિરૂધ્ધ તપાસનો આદેશ આપવો જોઈએ અને વળતરની રકમ પણ વધારવી જોઈએ.

આશિષ ભાટીયા પણ આ કેસમાં સંડોવાયેલા છે

નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કાસમ જાફરના પત્ની મરિયમ બીબીનું કહેવું છે કે બેદી સમિતિએ તેમના પતિના મોત માટે જવાબદાર પી.એસ.આઈ. જે.એમ. ભરવાડ અને કોન્સ્ટેબલ ગણેશભાઈ વિરૂધ્ધ કાર્યવાહી કરવા ભલામણ કરી છે. કાસમ જાફરના પત્નીનો આક્ષેપ છે કે તત્કાલિન અધિક પોલીસ કમિશનર આશિષ ભાટીયા પણ આ કેસમાં સંડોવાયેલા છે તેથી તેમની પૂછપરછ અને તપાસ પણ થવી જોઈએ. સરકારે વર્ષો પછી તેમના પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાય આપી છે, જે પૂરતી ન હોવાની તેમની રજૂઆત છે.

અભય ચુડાસમાની ભૂમિકા વિશે તપાસ થવી જોઈએ

હાજી ઇસ્માઇલના પૌત્ર મેહરાબનો આક્ષેપ છે કે તેમના દાદાની ધરપકડ કરવા માટે આઈ.પી.એસ. અધિકારી અભય ચુડાસમા અને અન્ય કેટલાંક પોલીસ અધિકારીઓ આવ્યા હતા. સમિતિએ તેમના દાદાના નકલી એન્કાઉન્ટર માટે પી.એસ.આઈ. કે.જી. ઇરડા, એલ.બી. મોણપરા, જે.એમ. યાદવ, એસ.કે. શાહ અને પરાગ પી. વ્યાસને જવાબદાર ઠેરવ્યા છે અને તેમના વિરૂધ્ધ કાર્યવાહીની ભલામણ કરી છે. હાજી ઇસ્માઇલના પરિવારજનોનો આક્ષેપ છે કે આઈ.પી.એસ. અધિકારી અભય ચુડાસમા પરિવારજનોની નજર સામે હાજી ઇસ્માઇલને ગુજરાત લઇ ગયા હતા. તેથી અભય ચુડાસમાની ભૂમિકા વિશે તપાસ થવી જોઈએ ઉપરાંત અભય ચુડાસમાએ આ એન્કાઉન્ટર કોના આદેશ અનુસાર કર્યુ હતું તેની તપાસ પણ થવી જોઈએ.

વર્ષ ૨૦૧૮માં ૧૦ લાખ રૂપિયાની સહાય મળી છે

સમીર ખાનના પિતા સરફરાઝ ખાનનું કહેવું છે કે તેમનો પુત્ર સમીર જ્યારે કોન્સ્ટેબલની હત્યાના આરોપમાં ફરાર હતો ત્યારે તેમના પરિવાર પર પોલીસે ઘણાં અત્યાચારો કર્યા હતા. સમીરના નકલી એન્કાઉન્ટર માટે પી.આઈ. કે.એમ. વાઘેલા અને તરૂણ બારોટ વિરૃધ્ધ કાર્યવાહીની ભલામણ કરી છે. સમીર ખાનના પરિવારજનોનું કહેવું છે કે તે સમયે તરૂણ બારોટ અને કે.એમ. વાઘેલાના ઉપરી અધિકારીઓની પણ તપાસ થવી જોઈએ. ઉપરાંત તેમને હવે છેક વર્ષ ૨૦૧૮માં ૧૦ લાખ રૂપિયાની સહાય મળી છે જે આજના સમય પ્રમાણે પૂરતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments