Monday, September 20, 2021
Homeગુજરાતના પાંચ ઉમેદવાર જાહેર કરવામાં કશ્મકશ, ભાજપ(1)-કોંગ્રેસ(4) 'પહેલે આપ પહેલે આપ'માં અટવાયા
Array

ગુજરાતના પાંચ ઉમેદવાર જાહેર કરવામાં કશ્મકશ, ભાજપ(1)-કોંગ્રેસ(4) ‘પહેલે આપ પહેલે આપ’માં અટવાયા

અમદાવાદઃ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 4 એપ્રિલ છે. આમ હવે ઉમેદવારી કરવા આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોવા છતાં ગુજરાતના પાંચ ઉમેદવારો જાહેર કરવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કશ્મકશ જોવા મળી રહી છે. આમ કોંગ્રેસ અને ભાજપ પહેલે આપ પહેલે આપમાં અટવાયા છે.

કોંગ્રેસ સાબરકાંઠા, ખેડા, દાહોદ અને ભાવનગર એમ 4 બેઠકો પરના ઉમેદવાર જાહેર કરી શકી નથી. જ્યારે ભાજપે પણ અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી. બન્ને પક્ષમાં છેલ્લી ઘડીઓ સુધી કશ્મકશની સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રો મુજબ, કોંગ્રેસ અને ભાજપમાં ભયંકર જૂથવાદ જોવા મળતો હોવાથી બંને પક્ષના ઉમેદવારો છેલ્લી ઘડી સુધી નક્કી થઈ શકતા નથી. માત્ર એટલું જ નહીં એક બેઠક માટે એક વખત કોઈ ઉમેદવાર નક્કી થઇ ગયા બાદ ફરીથી તેને બદલે બીજાની પસંદગી થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments