Tuesday, December 7, 2021
Homeગુજરાતના 22 કથિત ફેક એન્કા.કેસ, સુપ્રીમ કોર્ટનો અરજદારને તપાસ રિપોર્ટ સોંપવા નિર્દેશ
Array

ગુજરાતના 22 કથિત ફેક એન્કા.કેસ, સુપ્રીમ કોર્ટનો અરજદારને તપાસ રિપોર્ટ સોંપવા નિર્દેશ

અમદાવાદઃ ગુજરાતમાં 2002થી 2006 દરમિયાન થયેલા 22 કથિત ફેક એન્કાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમે 22 એન્કાઉન્ટર કેસની તપાસ માટે નિમાયેલી જસ્ટિસ એચ.એસ. બેદી સમિતિનો રિપોર્ટ જાહેર કરવા કહ્યું છે. કોર્ટે જણાવ્યું કે, આ રિપોર્ટ ખાનગી રાખી શકાય નહીં અને તેને અરજદાર જાવેદ અખ્તર(સ્ક્રિપ્ટ રાઈટર)ને આપવાનો આદેશ આપ્યો છે.

અરજદાર અને ગુજરાત સરકારને 4 વીકમાં જવાબ રજૂ કરવા આદેશ

ગુજરાત સરકારે રિપોર્ટને સાર્વજનિક કરવાનો વિરોધ કર્યો હતો

આ પહેલા ગુજરાત સરકારે આ રિપોર્ટને સાર્વજનિક કરવાનો વિરોધ કરી કહ્યું કે, અંતિમ રિપોર્ટમાં રજૂ કરાયેલા વિચારો જસ્ટિસ બેદીના એકલાના છે કે, મોનિટરિંગ કમિટિના અન્ય સભ્યો સાથે શેર કર્યા હતા કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

સુપ્રીમ કોર્ટે હજુ રિપોર્ટ સ્વીકાર્યો નથી

જો કે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે હજુ આ રિપોર્ટ સ્વીકાર્યો નથી. પહેલા અરજદાર અને ગુજરાત સરકાર જસ્ટિસ બેદીએ રજૂ કરેલા આ રિપોર્ટ પર ચાર વીકમાં પોતાનો જવાબ રજૂ કરે ત્યાર બાદ કોર્ટ નિર્ણય કરશે કે આ રિપોર્ટ સ્વીકારવો જોઈએ કે નહીં.

તુલસીરામ-સોહરાબુદ્દીન સહિત 22ના એન્કાઉન્ટર થયા હતા

ગુજરાતમાં 2002થી 2006 દરમિયાન થયેલા 22 એન્કાઉન્ટર્સમાં સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના એન્કાઉન્ટર્સ સૌથી ચર્ચિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments