ગુજરાતના 40 હજાર ઉમેદવારો આજે આપશે UPSCની પરીક્ષા

0
29

આજે UPSC દ્વારા સિવિલ સર્વિસીસ માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. રાજ્યભરમાંથી આશરે 40,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદના કુલ 87 પેટા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાનાર છે. અમદાવાદમાં 27,244 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. અમદાવાદના કેન્દ્રો પર 54 દિવ્યાંગ ઉમેદવાર પણ પરીક્ષા આપશે. અમદાવાદ ઉપરાંત રાજકોટ અને અન્ય સેન્ટર પર પણ પરીક્ષા યોજાશે.

સવારે 9.30 વાગ્યે અને ત્યારબાદ બપોરે 2.30 કલાકે એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે પરીક્ષા સમયે ઓરીજીનલ આઈડી કાર્ડ સાથે રાખવાનું રહેશે. પરીક્ષાખંડમાં સાદી ઘડિયાળ સિવાય અન્ય ગેજેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here