Saturday, August 13, 2022
Homeગુજરાતના 7 જિલ્લામાં ઈમરજન્સી સેવા માટે એક જ નંબર 112, CMએ શરૂઆત...
Array

ગુજરાતના 7 જિલ્લામાં ઈમરજન્સી સેવા માટે એક જ નંબર 112, CMએ શરૂઆત કરાવી

- Advertisement -

ગાંધીનગર: દેશમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની કોઇપણ ઇમરજન્સી માટે હવે એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ હેલ્પલાઇનનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના 7 જિલ્લામાં પ્રારંભિક તબક્કામાં અમલ કરાયો છે. બાદમાં તેને રાજ્યવ્યાપી કરાશે.

કયા જિલ્લામાં સેવાઓ શરૂ કરાઈ
ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં 112 નંબરની સેવાઓ આજથી શરૂ થઈ છે.  જીવીકે ઇએમઆરઆઇના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને 112 નંબર સેવા કાર્યરત થઈ છે.
આ હેલ્પલાઇનના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 11 કરોડની ફાળવણી કરાઇ છે. લોકોમાં 112 હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમિયાન જે-તે સેવાના હાલના નંબર ઉપર આવતા ફોન કોલ્સ 12 મહિના સુધી આપોઆપ નવી હેલ્પલાઇન 112 ઉપર ટ્રાન્સફર થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.
હવે આ સેવાઓ 112 પર મળશે
એમ્બ્યુલન્સ-108, પોલીસ-100, ફાયર-101, અભયમ-181, ડિઝાસ્ટર કંટ્રોલ-1070, 1077 એનિમલ હેલ્પલાઇન-1962
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular