Thursday, March 28, 2024
Homeગુજરાતની ગાર્ગી પટેલને બ્રિટિશમાં મેમ્બર ઓફ ઓર્ડર મળ્યું, કારણ છે આ મોટું
Array

ગુજરાતની ગાર્ગી પટેલને બ્રિટિશમાં મેમ્બર ઓફ ઓર્ડર મળ્યું, કારણ છે આ મોટું

- Advertisement -

ગુજરાતમાં જન્મેલા ગાર્ગી પટેલને લંડનમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. બિન નિવાસી ગુજરાતી મહિલા ગાર્ગી પટેલને બ્રિટીશ સામ્રાજ્ય દ્વારા ચર્ચિત મેમ્બર ઓફ ઓર્ડર પુરસ્કાર એનાયત કરાયો છે.

ગાર્ગી પટેલ બ્રિટીશ સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની લંડન ઓફિસમાં કાર્યરત છે. સતત બે દાયકા સુધી કોમ્યુનિટી એન્ગેજમેન્ટ અને ઇમિગ્રેશનનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ ગાર્ગીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. લંડનનાં રોયલ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સે ગાર્ગી પટેલને આ એવોર્ડ આપ્યો હતો.

કોણ છે ગાર્ગી પટેલ?

ગાર્ગી પટેલનાં પતિ જ્યોતિન્દ્ર પટેલ અવસાન પામ્યા છે. ગાર્ગી ગુજરાતનાં આણંદ જિલ્લાનાં કરમસદનાં વતની છે. તેમનાં માતા-પિતાનું નામ માંડા પટેલ અને બિપીન પટેલ છે. તેઓ વર્ષ 2002થી લંડનમાં કાર્યરત છે. તેમનાં સઘન પ્રયાસો ને કારણે જ વોલંટરી ડિપાર્ચરની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. જેનાં કારણે યુકેને લગભગ 25 લાખ પાઉન્ડની બચત થઈ છે. મીડિયા સાથેની વાતચીતમાં ગાર્ગીએ જણાંવ્યું કે મારા પરિવાર સાથે રોયલ પેલસની એવોર્ડ સેરેમનીમાં શામેલ થવું એ મારા માટે શાનદાર અનુભવ છે.

ભારતીય હાઈ કમિશ્નર સાથે ખાસ સંપર્ક

ગાર્ગી પટેલ વિદેશ યાત્રા સંબંધિત ડોક્યુમેન્ટ્સ લઈને ભારતીય હાઈકમિશ્નર સાથે ખાસ સંપર્કમાં છે. આગળ વાત કરતા ગાર્ગી જણાવે છે કે, યુકેમાં સંઘર્ષરત લોકોને પોતાનાં વતનમાં પરત મોકલવા માટે મદદ કરવી તે મારા સૌભાગ્યની વાત છે. આ સ્થિતીમાં ઘણાં લોકો એવા હોય છે જેમને ધરપકજડ થવાનો ભય સતાવે છે. તેમને સન્માન સહિત પરત મોકલવા એ મારૂ કામ છે. ગાર્ગીનાં આ કામમાં ભારતીય ભાષાઓની જાણકારી પણ ખાસ મદદરૂપ થાય છે. ગાર્ગીનું કહેવું છે કે, આ કામ એકદમ પડકારરૂપ છે. પરંતુ મને આ કામ કરવામાં મજા આવે છે.

મહત્વનું છે કે,લંડનમાં આ રીતે કામ કરવા વાળી વ્યક્તિને સન્માનિત કરવાની પ્રથા ઇ.સ.186માં શરૂ કરી હતી. જ્યારે ક્વિન વિક્ટોરીયાએ પોતાનાં જન્મદિન પર પુરસ્કાર એનાયત કર્યા હતાં. હવેથી આ પુરસ્કાર બે વખત આપવામાં આવે છે, એક વખત નવા વર્ષે બીજી વખત ક્વિનનાં જન્મદિવસે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular