અમદાવાદ: ભારતની સૌથી મોટી બસ ઉત્પાદક હિંદુજા ગ્રુપની અશોક લેલેન્ડ ની પહેલી ઇલેક્ટ્રિક બસ ભારતમાં અમદાવાદનાં રસ્તાઓ પર દોડતી જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ભારતની સૌથી મોટી બસ ઉત્પાદક હિંદુજા ગ્રુપની અશોક લેલેન્ડ વચ્ચે ઇલેક્ટ્રિક માટેના કરાર થયા છે જે પૈકીની 5 બસો આવતા એક માહિનામાં આવી જશે અને કંપની આગામી મે મહિના સુધીમાં કુલ 50 જેટલી ઇલેક્ટ્રિક બસો AMCને આપશે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (AJL) સાથે થયેલા કરાર મુજબ અશોક લેલેન્ડ સેટ વર્ષ માટે ઇલેક્ટ્રિક બસ ચલાવવાનું સંપૂર્ણ મેનેજમેન્ટ સંભાળશે અને AMC તેને પ્રતિ કિલોમીટરનો ચાર્જ ચૂકવશે. આ ઉપરાંત કંપની બસો માટે બે ચાર્જિંગ સ્ટેશન બનાવશે અને મેઈન્ટેનન્સ પણ કરશે. લોકો આ બસને જોઈ શકે તે માટે પહેલી વાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં તેને પ્રદર્શન માટે મુકાશે અને કદાચ લોકો તેમાં સફર પણ મણિ શકશે. અશોક લેલેન્ડની આ બસ ભારતની સૌથી વધુ ક્ષમતા ધરાવતી ઇવી મિડી બસ છે, જેની ક્ષમતા 50 પેસેન્જરની છે.