Tuesday, December 7, 2021
Homeગુજરાતની સુરક્ષાને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
Array

ગુજરાતની સુરક્ષાને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

અમદાવાદઃ ભારતીય વાયુસેનાએ POKમાં એરસ્ટ્રાઈક કર્યા બાદ સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતની 508 કિ.મી. સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી પાકિસ્તાન જો કોઈ જવાબી કાર્યવાહી કરે તો તેને પહોંચી વળવા માટે કેવા પગલા ભરવા તે અંગે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આઈ.બી.વડા આર. બી. બ્રહ્મભટ્ટ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.એમ. તિવારી, એ.ટી.એસ. ડી. આઈ. જી. હિમાંશુ શુક્લ, પોલીસ વડા શિવાનંદ ઝા અને અગ્રસચિવ એમ.કે. દાસ હાજર રહ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments