ગુજરાતભરમાં ઠેર ઠેર કરાઈ 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી, વલસાડમાં ઉલ્ટો તિરંગો લહેરાવાયો

0
36

સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં કોઈ જગ્યાએ ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. તો કોઈ જગ્યાએ વિપક્ષના નેતાઓની ખુરશીઓ ખાલી રહી હતી. આ વચ્ચે ગુજરાતભરમાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ. સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે શાળાઓમાં ધામધૂમપૂર્વક ઉજણવી કરાતા કંઈક આવો માહોલ રહ્યો હતો.

જામનગરમાં વિપક્ષી નેતાઓની ખુરશીઓ ખાલી

જામનગર મહાપાલિકાના ધ્વજવંદન કાર્યક્રમમાં વિપક્ષી નેતાની ખાલી ખુરશી જોવા મળી હતી. સ્ટેજ પરની પ્રથમ હરોળમાં રાખેલી વિપક્ષીનેતાની ખુરશી ઉડીને આંખે વળગી હતી. 70માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ચાંદી બજારમાં ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત થયો હતો. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમાં પણ વિપક્ષી નેતાની ગેરહાજરીએ ચર્ચા જગાવી હતી.

સુરતમાં આર.સી.ફળદુએ કરી ઉજવણી

સુરતના પલસાણા તાલુકાના એના ગામે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. જેમા રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન આર.સી. ફળદુએ ધ્વજ લહેરાવીને સલામી આપી હતી. પ્રજાસત્તાક દિવસ પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનારા તેજસ્વી તારલાઓ, અધિકારીઓ, કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ.

નીતિન પટેલે ગાંધીનગરમાં ઉજવણી કરી

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગણતંત્ર દિવસની ઉજવણી હતી. નીતિન પટેલે તિરંગો લહેરાવીને સલામી આપી હતી. આ સમયે ટ્રાફિક અવેરનેસ, પાણી બચાવો, વન રક્ષણ સહિતની માહિતી આપતા ટેબ્લો રજૂ કરાયા. આ ઉપરાંત આરોગ્ય રથ ટેબ્લોમાં આયુષ્યમાન ભારતની માહિતી આપવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસે નીતિન પટેલે પ્રસંગજોગ સંબોધન કર્યુ હતુ.

પોરબંદરમાં મધ દરિયે ઉજવણી

કડકડતી ઠંડી વચ્ચે પોરબંદરમાં મધ દરિયે તિરંગો લહેરાવીને તિરંગાને સલામી આપવામાં આવી હતી. અરબી સમુદ્રમાં મરીન કમાન્ડો અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ સભ્યોએ 70માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. કડકડતી ઠંડીમાં શ્રીરામ સી સ્વિમીંગ ક્લબના સભ્યો દરિયામાં પહોંચ્યા હતા.અને તિરંગો લહેરાવી રાષ્ટ્રગાન ગાઈને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. શ્રીરામ સી સ્વિમિંગ ક્બલ છેલ્લા 21 વર્ષથી સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે મધ દરિયે તિરંગો લહેરાવે છે. અને સલામી આપીને દેશભક્તિની ભાવના વ્યક્ત કરે છે.

જૂનાગઢના માળિયામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

જૂનાગઢના માળિયા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ હતી. જ્યાં રાજ્ય સરકારના પ્રધાન કુંવરજી બાવળિયાએ તિરંગો લહેરાવીને પરેડને સલામી આપી હતી. તેમજ સલામી ઝીલી હતી.

બાયડ ખાતે યોજાયો પ્રજાસત્તાક દિન

બાયડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉલ્હાસપૂર્વક ઉજવણી કરાઈ. બાયડ ના વાત્રક ખાતે જિલ્લા કલેક્ટર એમ નાગરાજન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ નગરના જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ પરેડ નું નિરીક્ષણ કરવામાં આવ્યુ.

મહેસાણાના ખેરાલુમાં યોજાયો પ્રજાસત્તાક દિન

મહેસાણાના ખેરાલુ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. જ્યાં રાજ્યકક્ષાના પ્રધાન કિશોર કાનાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ખેરાલુની આર્ટસ એન્ડ કોમર્શ કોલેજ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી થઈ હતી. આ સાથે જ પરેડનું પણ આયોજન થયું હતુ.

સુરતમાં વિશાળ રેલીનું આયોજન

સુરતમાં વિવિધ સરકારી કચેરીઓ સહિત ખાનગી શાળાઓ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે અનેકવિધ આયોજન કરવામાં આવ્યા. ઉજવણીના ભાગરૂપે શહેરના ઉધના વિસ્તારમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીની અંદર શાળાના બાળકો દેશભક્તિની વેશભૂષામાં જોવા મળ્યા હતા. રેલીમાં વિદ્યાર્થીઓ હાથ માં પ્લે- કાર્ડ લઇ સ્વચ્છ ભારત અભિયાન તેમજ અલગ અલગ પ્રકારના લોક સંદેશા સાથે જોવા મળ્યા હતા.

ડાંગના આહવામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

ડાંગ જિલ્લાના આહવા ખાતે ૭૦માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ડાંગ કલેક્ટરના હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ આયોજીત કરાયો. આ પ્રસંગના ઉપલક્ષમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ થયા હતા. સમગ્ર કાર્યક્રમની પ્રસંશનીય બાબત એ હતી કે બરડીપાડા ખાતે થયેલ બસ દુર્ઘટનામાં સરાહનીય બચાવ કામગીરી કરનાર ગ્રામજનો તથા જંગલ વિભાગના કર્મચારીઓને સન્માનિત કરાયા હતા.

જેતપુરમાં અનોખી રીતે ઉજવણી

જેતપુર શહેરમાં આજે એક મુસ્લીમ બુજુર્ગ દ્વારા એકદમ અનોખી રીતે પ્રજાસતાક દિવસની ઉજવણી કરીને લોકોને અચંબિત કરી દીધા. રાષ્ટ્રીય પર્વના અવસર નિમિત્તે પોતાની ૧૭૫ ફૂટ ઉંચી ક્રેઈન પર તિરંગો લહેરાવી તિરંગાને એક નવી ઉંચાઇ બક્ષી હતી. તેમની દેશપ્રેમની અનોખી સ્ટાઇલથી લોકોમાં અદમ્ય જોશ અને ઉત્સાહનો સંચાર થયો હતો. આ પ્રસંગે શાળાના બાળકો તથા રાજકીય અને સામાજીક અને રાજકીય વ્યક્તિઓએ હાજર રહી રાષ્ટ્રગીત નું ગાન કર્યુ હતુ.

પાલનપુરમાં થઈ બાઈક સ્લીપ

પાલનપુરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે પરેડ દરમિયાન બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી.જેમાં મહિલા બાઈક સવાર ઘાયલ થયા હતા. અને સીએમ રૂપાણીએ હોસ્પિટલ પહોંચી ઘાયલ મહિલા પોલીસકર્મીના ખબરઅંતર પૂછ્યા હતા. પરેડ સમયે બાઈક સ્લીપ ખાતે બાઈક પર સ્ટંટ કરતી મહિલા પોલીસકર્મી સહિત આઠ લોકો ઘાયલ થયા હતા. જેમાં મહિલા પોલીસકર્મી, 3 બાળકો અને 4 બાળકીનો સમાવેશ થતો હતો. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અને ત્યાં સીએમ રૂપાણીએ મુલાકાત કરી હતી.

રાધનપુરમાં 70મો પ્રજાસત્તાક દિન

રાધનપુર તાલુકાના કમાલપુર ગામે 70 પ્રજાસત્તક દિન નિમિત્તે બાળકો દ્વારા ઉજવણીના કાર્યક્રમો આયોજીત કરાયા. જેમા સંસ્કૃતિક કાર્યક્રમ તથા સૈનિકોના સમગ્ર પરિવારો માટેનો સન્માન સમારોહ આયોજીત કરાયો હતો. પ્રસંગ પર શાળાના શિક્ષક પરિવારે મહેનત કરી દેશભક્તિના નાટકો કોમેડી નાટક સહિત ગરબા વગેરેના કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.

ઉલ્ટો તિરંગો લહેરાવાયો

વલસાડના ધરમપુર ખાતે ગણતંત્ર દિવસ પર ઉલ્ટો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ધરમપુર એપીએમસી માર્કેટમાં પ્રજાસત્તાક દિવસ પણ ઉત્સાહથી તિરંગો લહેરાવ્યો જોકે તે ઉલટો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here