Tuesday, September 28, 2021
Homeગુજરાતમાંથી અમિત શાહ બાદ હવે અહમદ પટેલ પણ ભરૂચથી લોકસભાની ચૂંટણી લડી...
Array

ગુજરાતમાંથી અમિત શાહ બાદ હવે અહમદ પટેલ પણ ભરૂચથી લોકસભાની ચૂંટણી લડી શકે છે

ભરુચઃ ગુજરાતમાંથી દેશના વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહને તેમના જ હોમ સ્ટેટમાં ટક્કર આપવા માટે ભરૂચ માંથી અહમદ પટેલને લડાવવા માટે હાઈકમાન્ડ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ સ્ટેટ ગણાતા ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો જે સમયે નરેન્દ્ર મોદી વડોદરા લોકસભામાંથી ચૂંટણી લડયા હતા.

તે જ પ્રમાણે આ વખતે ગાંધીનગર લોકસભાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે આમ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાંથી ચૂંટણી લડે છે પરંતુ કોંગ્રેસના નેતાઓ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં ચૂંટણી લડતા પાછીપાની કરી રહ્યા છે ત્યારે આ વખતે ગુજરાતના ચૂંટણી જંગમાં ઉતરેલા અમિત શાહને ટક્કર આપવા માટે ભરૂચ બેઠક પરથી અહમદ પટેલને ચૂંટણી લડાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે

કોંગ્રેસ હાઈકમાન્ડનું એવું રાજકીય ગણિત છે કે જો ભાજપના નેતા અમિત શાહ ગુજરાતમાંથી ચૂંટણી લડતા હોય તો કોંગ્રેસમાંથી પણ એક મોટા નેતાએ ગુજરાતમાંથી ચૂંટણી લડવી જોઈએ જેનાથી ગુજરાતની અન્ય 25 બેઠકો પર તેનો પ્રભાવ પાડી શકાય.

ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે પ્રયત્નશીલ બની ગઈ છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને હાલ રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને જ કોંગ્રેસ ભરૂચ લોકસભાની સીટ પરથી ઉભા રાખવાની રણનીતિ તૈયાર કરી રહી છે. અહેમદ પટેલને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરવા માટેનો તખ્તો કોંગ્રેસ તૈયાર કરી દીધો હોવાની માહિતી જાણવા મળી રહી છે.

અહેમદ પટેલ 1977થી કોંગ્રેસના યંગેસ્ટ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પાછળ વળીને જોયું નથી. તેઓ છેક 1989 સુધી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેમણે લોકસભા લડવાનું માંડી વાળ્યું અને ગાંધી પરિવારની વિશ્વાસુ વ્યક્તિ તરીકે રાજ્યસભામાં પહોંચતા રહ્યા. 1993થી અહેમદ પટેલ સતત રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments