Thursday, October 21, 2021
Homeગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ સરકારે 7થી વધુ હોટલને વેચવાની મંજૂરી...
Array

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ સરકારે 7થી વધુ હોટલને વેચવાની મંજૂરી આપી

આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ઘણા ધારાસભ્યો એ સવાલો પૂછ્યા હતા. જે પૈકી ના કેટલાક સવાલોમાં સરકારના ગૃહ વિભાગને ઘેરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ તો રાજ્યમાં દારૂબંધી છે પણ સરકારે કેટલીક હોટેલમાં દારૂ વેચવા માટે મંજૂરી આપેલી છે. જેમાં હવે વધારો કર્યો છે સરકારે 7થી વધારે હોટેલને દારૂ વેચવા માટે મંજૂરી આપી છે. જેમાં અધધ કહી શકાય એટલા દારૂનું વેચાણ થયું છે.

માત્ર અમદાવાદ વડોદરા જામનગર અને સુરતના દારૂનું વેચાણ થયું છે. જેમાં 500 લીટર વિદેશી દારૂ અને 3116 લીટર બિયરનું વેચાણ થયું છે. આ જે આંકડા સરકારે આપ્યા છે તે માત્ર પરવાનાવાળી દુકાનમાં વેચતા દારૂના છે. ગેરકાયદે તો કરોડો રૂપિયાનો દારૂ બેફામ વેચાઈ રહ્યો હોવાનું સરકારી આંકડા જ કબૂલી રહ્યા છે. ત્યારે સરકારની દારૂ બાંધી મામલે બે મોઢાની વાતો હોવાનું સામે આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments