ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 1000થી વધુ લોકોની હત્યા, સરેરાશ રોજની ત્રણ હત્યા, આ શહેરો ટોચ પર

0
35

યુપી અને બિહારની જેમ ખૂન બળાત્કાર અને જાહેરમાં મારામારી કરવી એ બાબત સાવ સામાન્ય બની ગઈ છે

ભાજપના વરિષ્ઠ નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનની અંદર ગોળી મારી ઘાતકી હત્યા કરાતા ગુજરાત સલામત રાજ્ય હોવાના સરકારના દાવા પોકળ સાબિત થયા છે. ઉત્તર પ્રદેશ અને બિહારની માફક ગુજરાતમાં પણ ખૂન લૂંટ બળાત્કાર અને મારામારી જેવા કિસ્સાઓ સાવ સામાન્ય બની ગયા છે.

અસામાજિક તત્વો અને ગુનેગારોને કાયદાનો કોઇ જ ડર ન હોય તે રીતે ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ગુજરાતની પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો ગુનેગારો ઉપર કોઈ જ કાબૂ નથી ગૃહખાતાના ક્રાઇમના આંકડા જોતા ખ્યાલ આવે છે કે ગુજરાત હવે ખરેખર સલામત રહ્યું નથી.

છેલ્લા બે વર્ષ દરમિયાન દર વર્ષે 1000 લોકોથી વધુની હત્યા થઈ રહી છે જ્યારે સમગ્ર ગુજરાતમાં જોઇએ તો સરેરાશ રોજની ત્રણ હત્યા થાય છે. જેમાં સુરત અને અમદાવાદ ટોચ પર છે. દર વર્ષે આ બંને શહેરોમાં જ લગભગ પોણા ત્રણસો લોકોની હત્યા થાય છે. આ જ રીતે દુષ્કર્મની પણ એટલી જ ફરિયાદો થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here