ગુજરાતમાં જળસંકટ વચ્ચે તાપી નહેરમાંથી પાણીની ચોરી

0
28

તાપીમાં ઉકાઇ ડાબા કાંઠાની મુખ્ય નહેરમાંથી થઇ રહેલી ખુલ્લેઆમ પાણીની ચોરી સામે આવી છે. નહેરમાંથી ડીઝલ પંપ અને ટ્રેકટરો દ્વારા હજારો લીટરની ચોરી થઇ રહી છે. જાણવા મળ્યુ છે કે મુખ્ય કેનાલમાંથી પાણી માઇનોરમાં છોડાતુ ન હોવાની બૂમરાણ ઉઠી છે. જે બાદ પાણી ચોરીથી અન્ય ખેડૂતો પાણી વિહોણા બન્યા છે.

ઉનાળાની ગરમીથી લોકો પહેલા જ પરેશાન હતા અને હવે પાણીની સમસ્યાએ તેમાં વધારો કર્યો છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ પાણીની વિકટ સમસ્યાઓ સામે આવી રહી છે, તો બીજી તરફ નહેરમાંથી પાણી ચોરી કરી હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, તાપીમં ઉકાઇ કાંઠાની મુખ્ય નહેરમાંથી ખુલ્લેઆમ પાણીની ચોરી થઇ રહી છે. અહી ટ્રેક્ટર અને ડીઝલ દ્વારા હજારો લીટરની ચોરી થઇ રહી છે. કપરી પરિસ્થિતિમાં જીવી રહેલા ખેડૂતો માટે આ હવે એક મોટી સમસ્યા બનીને સામે આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here