Monday, October 25, 2021
Homeગુજરાતમાં ડ્રગ્સનો વધતો ખતરો-10 વર્ષ પહેલા વર્ષે 4 કેસ નોંધાતા આજે 170...
Array

ગુજરાતમાં ડ્રગ્સનો વધતો ખતરો-10 વર્ષ પહેલા વર્ષે 4 કેસ નોંધાતા આજે 170 થઇ ગયા

  • CN24NEWS-21/06/2019
  • કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ નશાકારક પદાર્થો પકડી પાડવા પૂરતાં પ્રમાણમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ મેળવીને માદક પદાર્થોના વેચાણઉત્પાદન કે વહન સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઓળખવામાં આવશે એમ રાજ્ય સરકારે જાહેર કર્યું છે. જે વિસ્તારમાં નશાખોરી માટેનો જથ્થો પકડાશે તે પોલીસ અધિકારી સામે પગલાં લેવાની જાહેરાત સરકારે કરી છે. સરકારે જાહેર કર્યું છે કે, કેફી પદાર્થ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-2017 માં કુલ-67 કેસોમાં 87 આરોપીઓની ઘરપકડ કરાઇ છે. વર્ષ-2018 માં કુલ- 150 કેસોમાં 207 આરોપીઓ તેમજ વર્ષ 2019માં 31 મેની સ્થિતિએ 61 કેસોમાં 91 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે 170 જેવા ગુના નોંધાય એવી શક્યતા છે. આમ વર્ષમાં 375 જેવા ગુના નોંધવામાં આવ્યા હતા. 10 વર્ષ પહેલાં નાર્કોના 4 ગુના નોંધાતા હતા તે વધીને હવે 170 ગુના સુધી પહોંચી ગયા.2008થી 2016 સુધીમાં 61 કેસ

    2016માં અમદાવાદમાંથી જ રૂ.270 કરોડનું એફિડ્રીન ડ્રગ્સ પકડાયું હતું. જેમાં મુખ્ય સુત્રધાર કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ હતો. ગુજરાતમાં 2008થી 2016 સુધીમાં 41 કેસ નોંધાયા હતા. જેમાં કુલ 77 લોકોની ધરપકડ કરાઈ હતી. જે 2018 સુધીમાં 61 સુધી પહોંચ્યા છે. આ વિગતો નાર્કોટિક્સ વિભાગની છે. પોલીસે કરેલા કેસ સાથે તે અંક 100 ઉપર હોઈ શકે છે.

    ભાજપનો બચાવ

    ગુજરાતમાં ડ્રગ્ઝનો વેપાર કરીને યુવાવોને બરબાદ કરતી ગેંગો અંગે કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરાયા બાદ આ વર્ષે ભાજપે તેને ગંભીર લેવાના બદલે ઠેકડી ઉડાવી હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન કરીને કહ્યું હતું કેકોંગ્રેસે એક-બે ઘટનાનો પ્રચાર કરીને ઉડતા પંજાબ’ અને ઝુમતા ગુજરાતનો શબ્દ પ્રયોગ કરી ગુજરાતની જનતાની સંસ્કારિતા અને સમગ્ર યુવા જગતને બદનામ કરવાનો કુપ્રયાસ કર્યો છે તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડે છે.

    અપીલ

    રાજયમાં નશાબંધીના ચુસ્ત અમલ માટે હાલ ટોલ ફ્રી નં- 14405 કાર્યરત થશે. સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ પર – વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે.

     

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments