ગુજરાતમાં પતંગો સાથે 20ના ગળા પણ કપાયા, બે બાળકો સહિત 5ના મોત, 12 ધાબેથી પટકાયા

0
34

અમદાવાદ: મકરસંક્રાન્ત નિમિત્તે રાજ્યભરમાં યોજાઈ રહેલા પતંગોત્સવને પગલે રાજ્ય ભરમાં ગળા કપાવાના 20 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં દોરીના કારણે બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. ગુજરાતમાં ઘર્ષણના 4, ધાબેથી પડવાના 12, દોરી વાગવાના 16 અને ઇમર્જન્સીના 25 કેસ નોંધાયા છે. ધોળકા-ખેડા હાઈ વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી.

ડીસા અને મહેસાણામાં પતંગે બાળકોના જીવ લીધા

મહેસાણાના લવાર ચકલા વિસ્તારમાં સાયકલ લઈને જઈ રહેલા 8 વર્ષના બાળકનું ગળામાં દોરી ફસાતા મોત થયું છે. જ્યારે ડીસામાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું છે.

ઉત્તરાયણ પર્વને લઈ ઈમર્જન્સીને પહોંચી વળવા 108ની ટીમો તૈનાત કરાઈ છે. જેને પગલે ફર્સ્ટએડ, EMT(ઈમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ)ડૉકટરની ટીમ સાથે 108ની એમ્બ્યુલન્સ તૈયાર રાખી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here