ગુજરાતમાં ફરી મોદી લહેર, જાણો કઈ બેઠક પર કોણ આગળ

0
61

દેશની કુલ 543માંથી 542 બેઠકો પર 8 હજારથી વધુ ઉમેદવારો મેદાને છે. જ્યારે ગુજરાતની 26 બેઠકો પર કુલ 371 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થવા જઇ રહ્યો છે. પરંતુ ગુજરાતની તમામ 26 બેઠકો પર વલણોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જોકે સમગ્ર દેશમાં NDA ચમકી રહ્યું છે. જોકે હજુ મતગણતરી ચાલી રહી છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી પર લોકોનો પ્રેમ યથાવત નજરે પડી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019માં પણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત છે. 2014ની જેમ આ વખતે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું પાનુ ન ચાલ્યું. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો અને દિગ્ગજ નેતાઓને મહેનત છતા પણ કોંગ્રેસ પાછળ નજરે પડી રહી છે.

2014માં ગુજરાતમાં ભાજપે અડધાથી પણ વધુ એટલે કે, 59.1 ટકા વોટ શેર સાથે તમામ બેઠકો કબ્જે કરી હતી. 2014માં કોંગ્રેસના સુપડા સાફ થઈ ચુક્યા હતા. જોકે, આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે આંશિક રાહતના સમાચાર આવી રહ્યા છે. ત્યારે હાલ તો વલણોમાં ભાજપ આગળ જણાઇ રહ્યું છે.

SEAT CANDIDATE STATUS PARTY
Ahmedabad East Hasmukh Patel આગળ BJP
Ahmedabad West (SC) Kirit Solanki આગળ BJP
Amreli Naran Kchhadia આગળ BJP
Anand Mitesh Patel આગળ BJP
Banaskantha Parbat Patel આગળ BJP
Bardoli (ST) Parbhu Bhai Vasava આગળ BJP
Bharuch Mansukh Vasava આગળ BJP
Bhavnagar Dr. Bharati Ben Shiyal આગળ BJP
Chhota Udaipur (ST) Geetaben Rathva આગળ BJP
Dahod (ST) Jashvant Sinh Bhabhor આગળ BJP
Gandhinagar Amit Shah આગળ BJP
Jamnagar Punamben Madam આગળ BJP
Junagadh Rajesh Chudasma આગળ BJP
Kachchh (SC) Vinod Chavda આગળ BJP
Kheda Devusinh Chauhan આગળ BJP
Mahesana Sharda Ben Patel આગળ BJP
Navsari C.R. Patil આગળ BJP
Panchmahal Ratan Singh આગળ BJP
Patan Bharatsinh Dabhi Thakor આગળ BJP
Porbandar Ramesh Dhaduk આગળ BJP
Rajkot Mohan Kundariya આગળ BJP
Sabarkantha Dipsinh Radhod આગળ BJP
Surat Darshana Jardosh આગળ BJP
Surendranagar Mahendra Munjpara આગળ BJP
Vadodara Ranjan Ben Bhatt આગળ BJP
Valsad (ST) K.C. Patel આગળ BJP

371 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો
આજે રાજ્યમાં પેટાચૂંટણી સહિત 28 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. 26 બેઠકો પૈકી કચ્છના 10 અને બનાસકાંઠા બેઠક પર 14 ઉમેદવાર તથા પાટણ બેઠક પર 12 અને મહેસાણા બેઠક પર 12 ઉમેદવારો મેદાને હતા. તો સાબરકાંઠામાં 20 અને ગાંધીનગરમાં 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. જ્યારે અમદાવાદ પૂર્વના 26 અને અમદાવાદ પશ્ચિમ બેઠક પર 13 ઉમેદવારો તેમજ સુરેન્દ્રનગરમાં 31, રાજકોટ બેઠક પર 10, પોરબંદર બેઠક પર 17 ઉમેદવાર અને જામનગર બેઠક પર 28, જૂનાગઢ બેઠક પર 12 તથા અમરેલીમાં 12 ઉમેદવાર વચ્ચે ચૂંટણીજંગ હતો. આ ઉપરાંત ભાવનગર બેઠક પર 10, આણંદમાં 10 અને ખેડા બેઠક પર 7 ઉમેદવાર તથા પંચમહાલમાં 6, દાહોદ બેઠક પર 7 અને વડોદરા બેઠક પર 13 ઉમેદવારો મેદાને હતા. તો છોટાઉદેપુર બેઠક પર 8, ભરૂચમાં 17 અને બારડોલી બેઠક પર 12 ઉમેદવારો તેમજ સુરતમાં 13, નવસારી બેઠક પર 25 અને વલસાડમાં 9 ઉમેદવારો મેદાને હતા. આમ, આ 371 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.

ગુજરાતમાં 4 વિધાનસભા બેઠક પર ભાજપ આગળ
આજે લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે. ગુજરાતમાં 4 વિધાનસભા બેઠક ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય માટે ચૂંટણી યોજાઈ હતી. જોકે આ તમામ બેઠકો પર પણ ભાજપ આગળ નજરે પડી રહ્યું છે. ધ્રાંગધ્રાથી પરસોત્તમ સાબરિયા અને દિનેશ પટેલ વચ્ચે જંગ છે. તો ઊંઝાથી આશા પટેલની ટક્કર કામુ પટેલ સાથે છે. જ્યારે જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ સામે જયંતિ સભાયા મેદાને છે. જ્યારે માણાવદરથી જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી વચ્ચે ટક્કર છે. મહત્વનું છે કે, ધારાસભ્યોએ પક્ષ પલ્ટો કરતા ચૂંટણી યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here