Tuesday, October 26, 2021
Homeગુજરાતમાં ભાજપનું 22 વર્ષથી શાસન, છતાં મોટાભાગે તેના જ નેતાઓની હત્યા!
Array

ગુજરાતમાં ભાજપનું 22 વર્ષથી શાસન, છતાં મોટાભાગે તેના જ નેતાઓની હત્યા!

રાજકોટ: ગુજરાતમાં 22 વર્ષથી ભાજપ નું શાસન ચાલી રહ્યું છે. બીજી તરફ તેના જ ધારાસભ્યો અને કદાવર નેતાઓની સરાજાહેર હત્યાઓ થતી આવી છે. શાસક પક્ષ અને સત્તા હોવા છતાં ભાજપ પોતાના નેતાઓને બચાવી શક્યો નથી, જેનો છેલ્લામાં છેલ્લો પૂરાવો ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં સોમવારે મધરાત્રે થયેલી હત્યા છે. ભૂતકાળમાં ભાજપના ધારાસભ્યો અને કદાવર આગેવાનોની જાહેરમાં હત્યા કરાવાની સૌથી વધુ ઘટનાઓ સૌરાષ્ટ્રમાં બની છે. મોટાભાગે આ હત્યાઓ જમીન, પૈસા અને અંગત રાગદ્વેષને લઇને થઇ હોવાનું બહાર આવ્યું છે.

જમીન, મિલકત, પ્રેમ સંબંધ અને હાર-જીતના દાવપેચમાં જાન ગુમાવવાનો વારો આવ્યો

ધ્વજવંદન દરમિયાન ગોંડલના ધારાસભ્યની હત્યા

15 ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલમાં ત્રણ ટર્મ સુધી ચૂંટાયેલા ધારાસભ્ય અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના તત્કાલીન ચેરમેન પોપટ લાખા સોરઠિયાની ગોંડલમાં કોલેજ ચોકમાં ધ્વજવંદન કરી રહ્યા હતા ત્યારે સરાજાહેર હત્યા થઈ હતી.

22 નવેમ્બર, 1989ના રોજ કોંગ્રેસના નેતા અને આરોગ્યમંત્રી તરીકે રહી ચૂકેલા તથા સિનિયર ખેડૂત નેતા વલ્લભભાઈ પટેલની રાજકોટ જિલ્લાના પડધરી નજીક હડમતિયામાં હત્યા કરાઈ હતી. તાલાલામાં કોંગ્રેસના ધારાસભ્ય ભરત કામલીયાની હત્યાનું પ્રકરણ પણ જે તે સમયે ચર્ચાસ્પદ બન્યું હતું.

પોરબંદરના વસનજી ઠકરારની પ્રચાર દરમિયાન હત્યા થઇ હતી

પોરબંદર નગરપાલિકાનાં તત્કાલિન પ્રમુખ ધનજીભાઈ કોટીયાવાલા તેમજ પોરબંદરના રાજકારણ સાથે લાંબા સમયથી જોડાયેલા સરમણ મુંજા જાડેજાની, જિલ્લામાં ભાજપના આગેવાન એવા મુળુભાઈ બેરાના પિતા તાલુકા પંચાયતના પ્રમુખ હતા. 1986માં પોલીસ રક્ષણ હોવા છતાં બરખલા ગામે મેર સમાજના કાર્યક્રમમાં તેમના ઉપર જીવલેણ હુમલો થતાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

તા.18-5-1980 વસનજી ખેરાજ ઠકરાર પોરબંદરમાં જનતા પક્ષના ચાલુ ધારાસભ્ય હતા. વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે તેઓ ભારવાડા ગામે ગયા ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.

મિલકતના વિવાદમાં રાજકોટમાં ભાજપના નેતા અને તેના પુત્રની હત્યા

2015માં રાજકોટમાં ભાજપના કદાવર નેતાની છાપ ધરાવતા લઘુમતિ મોરચાના આગેવાન ઇલીયાસખાન પઠાણ અને તેના પુત્રની રૈયા રોડ પર આવેલા ઘરમાં ઘૂસી હત્યા કરી નાંખવામા આવી હતી. જેમાં અંગત મિલકત વિવાદ કારણભૂત હતો.

જૂન-2015માં કચ્છ ભાજપના મહિલા નેતા તરૂણા ચાતુરાણીએ પોતાના જ બોયફ્રેન્ડને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ એક હાઇ પ્રોફાઇલ કેસ હતો.

10 કરોડની ખંડણી માંગી જૂનાગઢમાં ભાજપના નેતાના પુત્રની હત્યા

જૂન 2015માં જૂનાગઢમાં ભાજપના ઉપપ્રમુખ કાંતિલાલ પોપટભાઇ વૈષ્ણવના પુત્ર રજનીને જંગલમા લઇ જઇ હત્યા કરી નાંખવામા આવી હતી. આ કેસમાં ભાજપના નેતા પાસેથી 10 કરોડની ખંડણી માંગવામા આવી હતી

ઓગસ્ટ 2018માં ભાવનગરના તળાજામાં નગરપાલિકમાં ભાજપના નિશાન પર ચૂંટાયેલા અને પાલિકાના ઉપપ્રમુખ પદે રહેલા નસીબખાન પઠાણને તિક્ષ્ણ હથિયારના 31 ઘા મારી હત્યા કરી નાખવામા આવી હતી.

20થી 25 વર્ષ પહેલા કાલાવડના ભાજપના ધારાસભ્ય ભીમજી વશરામ પટેલને છેરા ગામના ઘનશ્યામસિંહ નામના વ્યક્તિએ કાલાવડના એસટી બસસ્ટેન્ડમાં જ છરીના ઘા મારી હત્યા કરી હતી. આરોપીને જન્મટીપની સજા બાદ મૃત્યુ થઇ ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments