ગુજરાતમાં ભાજપ પાટણ-આણંદ બેઠક ગુમાવશે, બાકીની 24 પર ભાજપની જીત નક્કી!

0
47

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોના પરિણામો અંગે ભાજપે કરેલા આંતરિક સર્વેમાં આણંદ અને પાટણ એમ બે લોકસભા બેઠક ગુમાવે તેવી શક્યતાઓ બતાવવામાં આવી છે, જ્યારે અન્ય 24 બેઠક પર ફરીવાર ભાજપની જીત નક્કી હોવાનું બહાર આવ્યું છે.

પેજ પ્રમુખથી લઈ સ્થાનિક ધારાસભ્ય પાસેથી આંકડાઓ લઈ સુક્ષ્મ એનાલિસિસ કર્યું

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા પેજ પ્રમુખથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધી આંતરિક રીતે મતદાનના આંકડા અને બુથના આધારે ભાજપને કઈ વિધાનસભા બેઠક પર કેટલા મત મળશે તેનું એક એનાલિસિસ તૈયાર કર્યું હતું, જેમાં ભાજપે રાજ્યની તમામ 26 બેઠકના પેજ પ્રમુખ,મંડલ પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનોનો સાથ લઈને મતદાનના આંકડાની ટકાવારીને આધારે ભાજપને કઈ બેઠક પર કેટલા મત મળશે અને કેટલા માર્જિનથી હાર-જીત થશે તેનું સૂક્ષ્મ એનાલિસિસ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના જગદીશ ઠાકોર અને ભરતસિંહ જીતી શકે છે
ભાજપના આંતરિક સર્વેમાં પાટણ બેઠકમાં ભાજપના ઉમેદવાર ભરતજી ડાભી અને આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ(બકા) પટેલની જીત સામે પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો છે અને પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને આણંદની બેઠકના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ભાજપ કરતાં વધુ મજબૂત પુરવાર થયા હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે, આ સિવાયની અન્ય 24 બેઠક પર ભાજપ વિજય મેળવશે.

શાહની લીડનો ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિધાનસભા પર આધાર
જ્યારે સમગ્ર દેશમાં હાઈપ્રોફાઈલ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠકમાં પણ ભાજપના ઉમેદવાર અમિત શાહ હાલના સાંસદ અડવાણીની 4,83,000ની લીડ કરતાં વધુ મત મેળવશે કે કેમ? તે અંગેનો બારીકાઈથી સર્વે કરવામાં આવતા ગાંધીનગર લોકસભાની બેઠકમાં આવતી ત્રણ વિધાનસભા સાણંદ,કલોલ અને ગાંધીનગરમાં જે મતદાન થયું છે તેમાં કોંગ્રેસને પણ ફાયદો થઈ શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે ભાજપની કમિટેડ બેઠક ગણાતી ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકના આધારે જ અમિત શાહની લીડનો આંકડો વધી કે ઘટી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here