Sunday, September 19, 2021
Homeગુજરાતમાં લોકસભાને લઈને થતી રાજકારણ હલચલમાં ભાજપ કરતા કૉંગ્રેસ આગળ નીકળી ગઈ
Array

ગુજરાતમાં લોકસભાને લઈને થતી રાજકારણ હલચલમાં ભાજપ કરતા કૉંગ્રેસ આગળ નીકળી ગઈ

લોકસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં અને પહેલા તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. 2014માં ગુજરાતમાં 30 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. અને તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા. આ વખતે કોંગ્રેસે ગુજરાતની 26 બેઠકો પૈકી 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે 15 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી તેમાં ગુજરાતમાં આણંદ બેઠક પર ભરતસિંહ સોલંકી, અમદાવાદ પશ્વિમ બેઠક પર રાજુ પરમાર, વડોદરા બેઠક પર પ્રશાંત પટેલ અને છોટાઉદેપુર બેઠક પર રંજીત રાઠવાના નામની જાહેરાત કરી છે. જોકે ભાજપે હજુ કોઈ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી નથી. તો ચૂંટણીની તારીખો જાહેર થવાથી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને કોઈ અસર નહીં થાય.

જેની કાગડોળે રાહ જોવામા આવતી હતી તે લોકસભાની ચૂંટણીની તારીખની આજે જાહેરાત થવાની છે. ચૂંટણી પંચ આજે સાંજે પાંચ વાગ્યે વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફન્સ કરશે. મળતી માહિતી પ્રમાણે આજે લોકસભાની ચૂંટણીની તારીખનું એલાન થઈ શકે છે. શનિવારે ચૂંટણી પંચની તૈયારીની એક બેઠક મળી હતી.

જેમા ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ચૂંટણીની તારીખ જાહેર કર્યા બાદ એક સપ્તાહમાં ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક મળશે. ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી સાથે આંધ્ર પ્રદેશ, ઓડિસા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવી શકે છે.

મહત્વપૂર્ણ છે કે, આ પહેલા ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, દેશમાં લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમયે યોજાશે. ત્યારે લોકસભાનો કાર્યકાળ ત્રણ જૂનના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આ પહેલા ચૂંટણી પંચે 2014માં પાંચમી માર્ચે નવ તબક્કામાં, 2009માં બીજી માર્ચે પાંચ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.

2014માં લોકસભાની ચૂંટણી 7 એપ્રિલથી 12 મે વચ્ચે 9 તબક્કામાં કરવામાં આવી હતી. અને 16 મે 2014ના દિવસે પરિણામ જાહેર થયા હતા. જેમાં મોદી સરકારને બહુમતી સાથે મોટી જીત મળી હતી. અને 26 મેએ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. ત્યારે 2009માં બીજી માર્ચે પાંચ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. 2004માં ચાર તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે 2019માં સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે પહેલા તબક્કાની ચૂંટણી 10મી એપ્રિલના રોજ યોજાઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments