ગુજરાતમાં સિંચાઈ માટે પાણીનો અભાવ, હવે વીજળીમાં પણ કાપ મૂક્યો

0
47

અમદાવાદ: ગુજરાતમાં પીવાના પાણીની તંગીની સાથે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી સરકારે બંધ કરી દીધુ હતું. હવે ખેડૂતોને અપાતી 10 કલાકની વીજળીમાં પણ કાપ મુકીને માત્ર 8 કલાક ટુકડે-ટુકડે વીજળી આપવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાતના ખેડૂતો સરકારથી ભારે નિરાશ થઈ ગયા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કામ કરતા ખેડૂતોને પૂરતી વીજળી ન મળતા ઉનાળું પાક પણ નિષ્ફળ જાય તેવી શક્યતાઓ છે.

10 કલાકના બદલે 8 કલાક વીજળી: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ખેડૂતો અને ગામડાની પ્રજાને રિઝવવા સરકાર દ્વારા 10 કલાક વીજળી આપવામાં આવતી હતી. પરંતુ 23 એપ્રિલના રોજ ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકારે વીજળીમાં કાપ મુકવાનું શરૂ કરી દીધુ હતું. અને 11મેથી ખેડૂતોને 10 કલાકના બદલે 8 કલાક વીજળી આપવામાં આવી રહી છે.

ખેડૂત હવે પાણી, વીજળી અને ખાતરની સમસ્યાથી ઘેરાયો: રાજ્યમાં સિંચાઈના પાણીનો અભાવ છે. ત્યારે બીજી તરફ ખેડૂતોને ખાતરમાં પણ છેતરપિંડી થઈ રહી છે. બજારમાં બિયારણમાં પણ નકલી મળે છે. જેથી ખેડૂતો હવે પાણી, વીજળી અને ખાતરની સમસ્યાઓથી ઘેરાઈ ગયા છે. વીજળી અપૂરતી મળતા ટ્યુબવેલમાંથી પાણી મેળવવા માટે ખેડૂતોની મુંઝવણ વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here