Tuesday, September 28, 2021
Homeગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધી આવશે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં સભા યોજશે
Array

ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધી આવશે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં સભા યોજશે

અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ઉભરી રહેલા પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ફરી ગુજરાત આવશે. જેમાં પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ સૌરાષ્ટ્રથી થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મળીને પ્રિયંકાની ત્રણ ચૂંટણી સભા યોજાશે. 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે કબજો કરતા કોંગ્રેસની નામોશી ભરી હાર થઈ હતી, ત્યારે 2019માં ભાજપની 26 બેઠકો પરના વિજય રથને રોકવા માટે કોંગ્રેસની સ્થાનિક નેતાગીરીની સાથે રાષ્ટ્રીય નેતાગીરી પણ ગુજરાતમાં વધુ ધ્યાન આપી રહી છે. જેના ભાગરૂપે 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક યોજાઈ હતી.

આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ ગ્રાઉન્ડ એવા ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વિપ રોકવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડે એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે અગાઉ રાહુલ ગાંધી આવી ગયા હતા. હવે સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધીને મોકલવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. આ પ્રવાસ દરમિયાન પ્રિયંકા સોમનાથ મંદિરના દર્શને પણ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments