Sunday, September 24, 2023
Homeઅમદાવાદગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા

- Advertisement -

રાજસ્થાનમાં કોલ્ડવેવની સ્થિતિથી ઉત્તર પૂર્વ તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ ફુંકાતા અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી નાગરિકો ઠુંઠાવાયા હતા. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે નોંધાયો. 8.1 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચુ તાપમાન જોવા મળ્યુ. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનું તાપમાન 9.4 ડિગ્રી પર પહોંચ્યુ.

પાટનગર ગાંધીનગરમાં ઠંડીનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે ડીસામાં ઠંડીનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યુ. આ તરફ ભૂજ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 11.2 ડિગ્રી પર પહોંચ્યો. જ્યારે વડોદરામાં ઠંડીનો પારો 11.6 ડિગ્રી પર પહોંચ્યો. અમદાવાદમાં ઠંડીનો પારો 12.1 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદમાં 15થી 16 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાતા નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. હવામાન વિભાગના આંકડા અનુસાર અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહ્યુ હતુ. મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયુ હતુ.

અતિશય ઠંડા પવન અને અસહ્ય ઠંડીને લીધે લોકો ઠુંઠાવાયા હતા. રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી હતી. અને બજારો પણ સુમસાન થઈ ગયા હતા. તો રાજકોટમાં પણ ઠંડીનો પારો 12.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલીમાં ઠંડીનું તાપમાન 13 ડિગ્રી જ્યારે વલસાડ અને મહુવામાં ઠંડીનો પારો 13.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 14.3 ડિગ્રી પર પહોંચ્યો છે. સુરતમાં 14.6 ડિગ્રી, વેરાવળમાં 15.6 ડિગ્રી, ભાવનગરમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયુ. તો દમણ અને પોરબંદરમાં ઠંડીનું તાપમાન 16 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે દ્વારકામાં ઠંડીનો પારો 16.8 ડિગ્રી પર પહોંચ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular