Tuesday, December 7, 2021
Homeગુજરાતમાં 10 ટકા EBC અનામતનો આવતીકાલથી જ અમલ, જાહેર થયેલી ભરતી સ્થગિત...
Array

ગુજરાતમાં 10 ટકા EBC અનામતનો આવતીકાલથી જ અમલ, જાહેર થયેલી ભરતી સ્થગિત કરાશે

અમદાવાદઃ આર્થિક પછાત અને બિન અનામત વર્ગને 10 ટકા અનામત આપવાના બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરતા જ કાયદો બની ગયો છે. જેને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી 2019થી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગને 10 ટકા અનામતનો લાભ આપવાની જાહેરાત કરી છે. આમ 14 જાન્યુઆરી બાદ રાજ્યમાં શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની થયેલી જાહેરાતોમાં ભરતી માટેની કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેમાં આ લાભ મળવા પાત્ર થશે. આ ભરતી અને પ્રવેશ પ્રક્રિયા હાલ સ્થગિત રાખી 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.

10 ટકા અનામત SC, ST, SEBCને મળવા પાત્ર 49 % ઉપરાંતની રહેશે

જ્યારે 14 જાન્યુઆરી પહેલા જે જે ભરતી પ્રક્રિયામાં લેખિત,મૌખિક તેમજ કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ છે તેમાં આ લાભ લાગુ થઈ શકશે નહીં. ભરતી માટેની કોઈ જ પ્રકિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે.આ 10 ટકા અનામત SC, ST, SEBCને મળવા પાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે.

વર્ષે 8 લાખથી ઓછી આવક અને 5 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા લોકોને લાભ
  • અત્યાર સુધી જાતિ આધારિત અનામતની જોગવાઈ નથી મળતી એવા સવર્ણો (General Category)ને જ આ જોગવાઈનો લાભ મળી શકે.
  • જેમની વાર્ષિક આવક રૂ. 8 લાખથી ઓછી હોય.
  • ખેતીલાયક જમીન 5 હેક્ટરથી ઓછી હોય.
  • પોતાનું રહેણાંક મકાન હોય તો તે 1000 ચોરસ ફૂટથી નાનું હોય.
  • શહેરી વિસ્તારમાં રહેણાંક હેતુનો પ્લોટ હોય તો તે 109 ચોરસ ફૂટથી નાનો હોય.
  • શહેરી વિસ્તારથી બહાર રહેણાંક હેતુનો પ્લોટ હોય તો તે 209 ચોરસ ફૂટથી નાનો હોય.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments