ગુજરત વિધાનસભા ચૂંટણીની મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. આક્ષેપ અને નવિદેનબાજીઓ તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. મતદાનની તારીખો નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા જાહેરસભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવામાં આવી છે. ગુજરાતનો ગઢ જીતવા કોઈપણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે. ગુજરાત ચૂંટણીમાં ત્રણય પક્ષના સ્ટાર પ્રચારકો સભાઓ યોજી રહ્યાં છે સામ સામે આકરા રાજકીય પ્રહારો પણ કરી રહ્યાં છે. અરવલ્લીના મેઘરજમાં સાંસદ રવિ કિશને AAP અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
અરવલ્લીમાં સાંસદ રવિ કિશને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ભારત યાત્રા પૂર્ણ કર્યા બાદ ભાજપમાં જોડાય તો કોઈ નવાઈ નહીં. તેમણે કહ્યું કે, તે ભારત યાત્રા કરી રહ્યાં છે પરંતુ તેમને સારા રસ્તા, બધીજ જગ્યા વીજળી જોવા મળી રહી હશે જેનાથી પ્રસંન્ન થઈ તે ભાજપ જોઈને પણ કરી લે તો નવાઈ નહી કેમ કે, તેમણે કોંગ્રેસની સરકારમાં વિકાસ તો જોયો જ નહી હોય. તેમણે કહ્યું કે, ગુજરાત ફોરેને કન્ટ્રી જેવું છે. તેમણે કહ્યું કે, પહેલા લોકો અહીં ડરીને જીવતા હતા અને પ્રભુ શ્રી રામનો નામ લઈ શકતા ન હતા પરંતુ હવે ચારેકોર વિકાસ જ નજર આવે છે.
તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થશે તેમણે કહ્યું કે, PM સામે બોલાયેલ અપમાનિત શબ્દોનો બદલો ગુજરાતીઓ ચૂંટણીમાં લેશે. રવિ કિશને કહ્યું કે, ગુજરાતમાં પુનઃ કોમી તોફાનો થવા જ નહીં દઇએ અને તેમણે કહ્યું કે, ભાજપના શાસનમાં ગુજરાત રોલ મોડલ બની વિકસિત બન્યું છે અને ભાજપની ડબલ એન્જિન સરકાર વધુ જોરથી ગુજરાતને સમૃદ્ધ બનાવશે. તેમણે કહ્યું ગુજરાતની જનતા જાણે છે એક વોટની કિંમત શુ હોય છે. તેમણે ઉમેર્યું કે, એક એક વોટથી મોદીજીની શક્તિ વધે છે અને આજે આપણો દેશ વિશ્વ ગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ 150 બેઠકો સાથે જંગી જીત મેળવશે.