ગુજરાતમાં 24 કલાક રિટેલ બજાર ખુલ્લા રહેશે, કેબિનેટની મંજૂરી

0
90

ગાંધીનગર: ગુજરાતમાં રિટેલ બજારને 24 કલાક ખુલ્લા રાખવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, આજે મળેલી કેબિનેટની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાણી-પાણીથી માંડીને અન્ય ધંધાર્થીઓને ફાયદા

વર્તમાનમાં રાતના 12 વાગ્યા સુધી વેપાર-ધંધા કરી શકાતા હતા. પરંતુ નવા સુધારાને પગલે ચોવીસે કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. સાથે જ સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દુકાનો 24 કલાક ચાલુ રહેતા રોજગારી વધશે.

18મી ફેબ્રુઆરી બિલ રજૂ થવાની શક્યતા

કેબિનેટની બેઠકમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કાયદામાં સુધારો કરીને મંજૂર કરવામાં આવ્યો હતો. શિયાળુ સત્રમાં 18મીએ શોપ એસ્ટેબલિશમેન્ટ એક્ટમાં સુધારા દર્શાવતું બિલ રજૂ કરાશે.

દુકાનદારોને રજીસ્ટ્રેશન રિન્યુઅલમાંથી મુક્તિ મળશે

રાજ્યમાં અંદાજે 7 લાખ જેટલા દુકાનદારો નોંધાયેલા છે. તેમને ફરજિયાત દર વર્ષે રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું. પરંતુ આ બિલને લાવવાનો નિર્ણય લેવાતા વેપારીઓને  રિન્યૂ કરાવવામાંથી મુક્તિ મળશે. નવા વેપારીએ હવે ખાલી એક જ વાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

નોકરીયાતને ફાયદો થશે

વેપારીઓ દ્વારા ચોવીસે કલાક દુકાનો ચાલુ રાખવાથી ઓવર ટાઈમ કરનારને પણ ફાયદો થશે. જેમાં કર્મીને દોઢ ગણો પગાર મળશે. સાથે જ જે વેપારીને ત્યાં 30નો સ્ટાફ હશે તેવી દુકાનો, શોપ કે મોલમાં મહિલાઓને ધ્યાને રાખી ઘોડિયાઘર ઊભું કરવું પડશે. ઉપરાંત 100થી વધારે કર્મચારીઓ હોય તેવી જગ્યાએ કેન્ટિનની સુવિધા ઊભી કરવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here