Saturday, October 23, 2021
Homeગુજરાતમાં BJPના નેતાઓની હત્યાનો આ પહેલો કેસ નથી, આ રહી યાદી
Array

ગુજરાતમાં BJPના નેતાઓની હત્યાનો આ પહેલો કેસ નથી, આ રહી યાદી

ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા જયંતિ ભાનુશાળીની હત્યા બાદ ભાજપના તત્કાલિન ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાની પણ ફરી ચર્ચા શરૂ થઈ ચૂકી છે. મહત્વનું છે કે જયંતિ ભાનુશાળી અને હરેન પંડ્યા બંનેની હત્યા ગોળી મારીને કરાઈ હતી. જ્યારે બંને ભાજપના દિગ્ગજ નેતા પણ હતા

ગુજરાતના રાજકારણને હચમચાવનાર હત્યાકાંડમાં તત્કાલિન ગૃહપ્રધાન હરેન પંડ્યા હત્યા કેસનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં માર્ચ 2003માં અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરાઈ હતી. જેની તપાસ સીબીઆઈએ હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે 25 જૂન 2007ના રોજ 9 દોષિતોને આજીવન કેદ અને બે દોષિતોને સાત વર્ષની કેદની સજા કરી હતી. જોકે હાઈકોર્ટે આ કેસમાં સામેલ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરતા સીબીઆઈએ કોર્ટના ચૂકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે.

તો ભરૂચમાં ભાજપના બે નેતાની હત્યામાં પણ અંડરવર્લ્ડની સંડોવળી હોવાનો એનઆઈએની તપાસમા ઘટસ્ફોટ થયો છે. ભરૂચમાં શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ચકચારી હત્યા કેસમાં એનઆઈએએ 10 આરોપીઓ સામે 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ હત્યાકાંડના તાર દાઉદ ઈબ્રાહીમ સાથે પણ જોડાયા છે. આ બન્ને નેતાઓની હત્યા માટે જાવેદ ચીકનાએ સાઉથ આફ્રિકાથી સોપારી આપી હોવાની હકિકત એનઆઈએની તપાસમાં સામે આવી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments