Sunday, September 19, 2021
Homeગુજરાતમાં ‘PUBG BAN’ની બુમો મારતા લોકો સાચું કારણ તો જાણો
Array

ગુજરાતમાં ‘PUBG BAN’ની બુમો મારતા લોકો સાચું કારણ તો જાણો

અત્યારે દેશમાં લોકસભા ચૂંટણી પછી જો કોઈ વાત ચર્ચામાં હોય તો એ છો PUBG ગેમ. એવો દાવો કરવામાં આવી રહાયો છે કે ગુજરાત પોલીસે ચેતવણી આપી છે કે જાહેરમાં મોબાઇલ ગેમ PUBG રમનાર લોકો પર કડક પગલા લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને એક બીજુ પણ વાયરલ પોસ્ટ છે અને એનો દાવો છે કે “મહારાષ્ટ્ર હાઇકોર્ટ” આ રમતને બેન કરી દીધી છે. PUBG વિશ્વભરમાં મોબાઇલ પર ચલાયેલ એક પોપ્યુલર ગેમ છે. ભારતનાં લોકો પણ તેનાં ખૂબ દિવાનાં છે.

PUBG માર્ચ 2017માં બહાર આવી હતી. આ રમત એક જાપાની થ્રિલર ફિલ્મ ‘બેટલ રોયલ’ થી પ્રભાવિત થઈને બનાવવામા આવી હતી અને એ ફિલ્મમાં સરકાર વિદ્યાર્થીઓને એક ખતરનાક ગેંગ સાથે લડવા માટે મોકલે છે. આ નોટ એક “prejudge”નાં નામથી પ્રકાશિત થયેલ છે જ્યારે ભારતમાં આ નામની કોઈ પોસ્ટ જ નથી. જે અધિતકારીએ આ પોસ્ટ જારી કરી હતી એવો શખ્સ કોઈ મહારાષ્ટ્ર હાઈકોર્ટમા કામ કરતો જ નથી.

હવે ગુજરાત પોલીસે પણ એક નોટિસ જાહેર કરી છે. કે જે ગુજરાતી ભાષામાં છે. એમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો કોઈ જાહેરમાં PUBG ગેમ રમતુ હશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ફોન પણ જપ્ત કરી લેવામાં આવશે.

https://twitter.com/Thesaheb_/status/1077828572578889728

આ પોસ્ટ પણ સાચી હોવામાં શંકા છે. કારણ કે કોઈ તારીખ કે પછી કોણે લખી એનો કોઈ જ ઉલ્લેખ નથી. હવે બને છે એવું કે ભગીરથસિંહ વાળાએ ગુજરાત પોલીસને આ પોસ્ટની ચકાસણી કરવા માટે કહ્યું છે ત્યારે એને જવાબ મળ્યો કે આ પોસ્ટ ખોટી છે. #GujaratPoliceએ આવો કોઈ આદેશ બહાર નથી પાડ્યો. આ ગેમ જેટલી ફેમસ છે વિવાદ પણ એટલો જ વધુ છે.

આ વર્ષે જુલાઈમાં ગેમમમાં એક પાયલોટના માસ્ક પર ઉગતા સૂર્યને બતાવ્યો હતો કે જે તેના સ્ટોરમાં ઉપલબ્ધ હતો. તેને લઇને ઘણા કોરિયન અને ચિની લોકોએ વિરોધ કર્યો હતો કારણ કે આવા માસ્કનો ઉપયોગ વસાહતી જાપાની સેનાના જવાનો કરે છે.

તેના પછી ગેમ ડેવલપર્સને તેનાં સ્ટોરમાંથી આ માસ્ક કાઢી નાખવી પડી અને તે ખરીદનારા ખેલાડીઓને પૈસા પાછા આપવા પડ્યાં. PUBGમાં લગભગ 100 ખેલાડીઓમાં કોઈ એક ટાપુ પર પૅરાશૂટથી કૂદકો લગાવે છે, હથિયાર શોધે છે અને એકબીજાને હટાવવામાં લાગી જાય છે. અને પછી જેમાંથી છેલ્લે એક જ બાકી રહે છે. આ બંન્ને ખોટી પોસ્ટ ફેસબુક વોટ્સઅપ અને ટ્વિટર પર વધુ શેર કરવામાં આવે છે.

જો મહારાષ્ટ્ર કોર્ટની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તો કોર્ટનું નામ જ શંકાસ્પદ છે કારણ કે મહારાષ્ટ્ર હાઇકોર્ટ નામની કોઈ વસ્તુ જ નથી. મહારાષ્ટ્રમાં હાઇકોર્ટનું નામ બોમ્બે હાઇકોર્ટ છે. નોટ કહે છે કે “તમને જાણ કરી દઈએ કે PUBG કોઈ ઓપરેશન નહીં કરે અને Tencent Games Corporation ને કાનુની નોટિસ મોકલી દોવામાં આવી છે. અંગ્રેજીમાં લખેલ આ પોસ્ટમાં ગ્રામેટીકલ અને સ્પેલિંગની ઘણી ભૂલો છે. જેમ કે “magistrates” ને “majestratives” લખ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments