ગુજરાતી ફિલ્મના એસો. ડાયરેક્ટર અને તેના પિતરાઈ પર મેકઅપ આર્ટિસ્ટનો દુષ્કર્મ કરી ગર્ભવતી કરવાનો આરોપ

0
5
ગુજરાતી ફિલ્મના એસોસીએટ ડાયરેક્ટર હાર્દિક સતાસિયા અને તેના પિતરાઇ પર વિમલ સતાસિયા દ્વારા મહિલા મેકઅપ આર્ટિસ્ટે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.
ગુજરાતી ફિલ્મના એસોસીએટ ડાયરેક્ટર હાર્દિક સતાસિયા અને તેના પિતરાઇ પર વિમલ સતાસિયા દ્વારા મહિલા મેકઅપ આર્ટિસ્ટે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.
  • ગુજરાતી ફિલ્મના એસોસીએટ ડાયરેક્ટર હાર્દિક સતાસિયા અને તેના પિતરાઇ પર વિમલ સતાસિયા દ્વારા મહિલા મેકઅપ આર્ટિસ્ટે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.

અમદાવાદ : ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેક્ટર હાર્દિક સતાસિયા અને તેના પિતરાઇ ભાઇ વિમલ સતાસિયા પર મહિલા મેકઅપ આર્ટિસ્ટે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આરોપમાં જણાવ્યું છે કે, પીડિયાને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ શૂટિંગ કરવાના નામે લઈ જઈને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પીડિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી હાર્દિક અને તેના ભાઈ વિમલ સતાસિયા વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે.

એસોસિએટ ડાયરેક્ટરે લગ્નની લાલચ આપી ફિલ્મ શૂટિંગના બહાને દ્વારકા, રાજકોટ, દિવ, ધારી વગેરે સ્થળોએ હોટલમાં તેમજ અમરેલીના ભાડેલ ગામે લઇ જઇ બંને ભાઈઓએ 6 માસ પહેલા દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ દરમિયાન યુવતી ત્રણ વાર ગર્ભવતી થઈ પણ કોઈ દવા આપી ગર્ભ પડાવી નાખવામાં આવ્યો હતો. યુવતીના પિતાના નિવૃત્તિના કુલ 9.60 લાખ રૂપિયા પણ યુવતી પાસે ટુકડે ટુકડે લઈ આરોપીએ પરત કર્યા નહતા.

પીડિતાનાં જણાવ્યાં પ્રમાણે, ગત વર્ષે ડિસેમ્બરમાં અમરેલી જિલ્લાના ભાડેલ ગામે ફિલ્મ શૂટિંગ માટે ગયેલી યુવતીને આરોપી હાર્દિક પોતાના કાકાના ઘરે રોકાવા લઈ ગયો હતો. ત્યાં રાત્રીના સમયે યુવતીનું મોં દબાવી, હાથ પગ પકડી હાર્દિક અને તેના પિતરાઈ ભાઈ વિમલ સતાસીયાએ દારૂ પીને દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના અંગે કોઈને ન કહેવા નહી તો જાનથી મારવાની આરોપીએ ધમકી આપી હતી.

પીડિતાએ ફરિયાદમાં વધુમાં આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, સૌથી પહેલા આરોપી દ્વારકા લઇ જઇને તેને પાણીમાં કંઇક નશીલી વસ્તુ મેળવીને દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ અલગ અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી ભાઈઓએ ત્રણ વખત ગર્ભવતી બનાવી હતી, ત્યારબાદ તેણીને દવા પીવડાવીને ગર્ભપાત કરાવ્યું હતું. પીડિતાએ વધુમાં જણાવ્યું કે, આ બંન્ને ભાઇઓ બીજી યુવતીની જિંદગી ન બગાડે તેથી હું અત્યારે સામે આવી છું.