ગુજરાતી IPS અધિકારીને હાઈકોર્ટે આપ્યો ઝટકો, કહ્યું ભ્રષ્ટાચારના આરોપોની તપાસ તો થશે

0
19

  • CN24NEWS-11/01/2019
  • એક તરફ CBIના ડાયરેકટર પદેથી હટાવાયેલા આલોક વર્માએ રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ CBIના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે થયેલી ફરિયાદ રદ કરવાનો દિલ્હી હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. અસ્થાનાને કોર્ટે ઝાટકો આપીને તેમની સામે તપાસ ચાલુ રાખવા માટે આદેશ આપ્યો છે. આલોક વર્માએ અસ્થાના સામે ભ્રષ્ટાચારના મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ રદ કરવા માટે અસ્થાના કોર્ટમાં ગયા હતા. જે અંગેની સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો હતો કે અસ્થાના અને અન્ય એક અધિકારી દેવન્દ્રકુમાર સામે 10 સપ્તાહમાં તપાસ પુરી કરવામાં આવે. FIRમાં જે પ્રકારના આરોપ છે તેની તપાસ જરૂરી છે. જોકે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષી સાબિત ના થાય ત્યાં સુધી કાયદાની નજરમાં તે નિર્દોષ હોય છે. અસ્થાનાએ ધરપકડથી બચવા બે સપ્તાહની રોક લગાવવાની પણ માંગ કરી છે.
  • મામલાની તપાસના સંદર્ભમાં 3 કરોડ રૂપિયા લાંચ આપી હતી

    ઉલ્લેખનીય છે કે હૈદ્રાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની શિકાયતના આધારે અસ્થાના સામે ફરિયાદ નોંધાઈ હતી. એફઆઈઆરમાં દાવો કરાયો હતો કે તેમણે અસ્થાનાને મીટના વેપારી મોઈન કુરેશી સામેના મામલાની તપાસના સંદર્ભમાં 3 કરોડ રૂપિયા લાંચ આપી હતી. CBIના ડાયરેક્ટર તરીકે હટાવાયા બાદ આલોક વર્માએ સરકારને પોતાનુ રાજીનામુ મોકલી આપ્યુ છે. વર્માને બદલી કરીને ફાયર સર્વિસ અને હોમગાર્ડના ડાયરેક્ટર બનાવાયા હતા.જોકે તેમણે ચાર્જ લેવાનો ઈનકાર કર્યો હતો અને એ પછી હવે સરકારને રાજીનામુ જ મોકલી આપ્યુ છે.

  • 1 જાન્યુઆરીએ નિવૃત્ત થવાના હતા

    અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમની 1979ની બેચના IPS ઓફિસર આલોક વર્મા સીબીઆઈના 27મા ડાયરેક્ટર હતા.આ પહેલા તેઓ દિલ્હીના પોલીસ કમિશ્નર પણ રહી ચુક્યા હતા. તેઓ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થવાના હતા. તેમનો ડાયરેક્ટર તરીકેનો કાર્યકાળ વિવાદ રહ્યો હતો. વર્મા અને CBIના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. બાદમાં અસ્થાના સામે વર્માએ FIR નોંધાવી હતી. સરકારે જોકે આલોક વર્મા અને અસ્થાનાને રજા પર ઉતર્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે તેમને પાછા ડાયરેકટરની ખુરશી સોંપવાનો હુકમ કર્યો પણ PMની અધ્યક્ષતાવાળી સમિતિએ તેમને ગઈકાલે ફરી ડાયરેક્ટર પદેથી હટાવી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here