ગુજરાત એન્કાઉન્ટર કેસ, અરજદારને તપાસ રિપોર્ટ સોંપવા સામે DSPનો વિરોધ, સોંગદનામું કર્યું

0
59

અમદાવાદઃ જેતપુરના ડીએસપી જે.એમ.ભરવાડે વર્ષ 2002થી 2006 દરમિયાન ગુજરાતમાં થયેલા 17 જેટલા કથિત ફેક એન્કાઉન્ટર્સ જસ્ટિસ એચ.એસ.બેદીનો રિપોર્ટ અરજદાર સાથે શેર કરવા સામે વાંધો લઈ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ તપાસ રિપોર્ટ અરજદાર જાવેદ અખ્તરને આપવા માટે નિર્દેશ આપ્યો હતો.

ગુજરાતની પરિસ્થિતિથી અજાણ વ્યક્તિને પુરાવાઓનું એનાલિસિસ સોંપી શકાય નહીં

અપરિચિત વ્યક્તિ કોણ દોષિત છે તે અંગે ચર્ચા કરે એવી સ્થિતિ સર્જાશે

ડીએસપી જે.એમ.ભરવાડે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તપાસ દરમિયાન એકત્રિત કરેલા પુરાવાઓ કોઈ અજાણ્યા વ્યક્તિને સોંપીને પૃથ્થકરણ કરવાની છૂટ આપી શકાય નહીં.

જે.એમ.ભરવાડે કરેલા સોગંદનામામાં કહ્યું કે, જો અરજદારને તપાસ રિપોર્ટની નકલ આપવામાં આવશે તો આ કેસથી અપરિચિત વ્યક્તિ કોઈ પોલીસ અધિકારી દોષિત છે કે નહીં તે અંગે ચર્ચા કરે એવી સ્થિતિ બનશે. આ રહસ્ય ઉકેલવા માટે અરજદારે ક્યારેય પ્રયાસો કર્યા નથી.

જે.એમ.ભરવાડ કાસિમ જાફર હુસૈનના મોતની તપાસ કરતા હતા

જે.એમ.ભરવાડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સના અધિકારી તરીકે કાસિમ જાફર હુસૈનના મોત અંગેની તપાસ કરી રહ્યા હતા. જાફરના મોતને લઈ તેના પરિવારે આરોપ મુક્યો હતો કે તેની પોલીસ કસ્ટડીમાં જ હત્યા કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here