Tuesday, September 21, 2021
Homeગુજરાત કોંગ્રેસ માં ઉમેદવારો નું કોકડું ગુંચવાયું,ધાનાણી - ચાવડા ના દિલ્હી માં...
Array

ગુજરાત કોંગ્રેસ માં ઉમેદવારો નું કોકડું ગુંચવાયું,ધાનાણી – ચાવડા ના દિલ્હી માં ધામા

અમદાવાદઃ ભાજપે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોંકડું વધુ ગુંચવાયું છે. જોકે ધાનાણી-ચાવડાએ મહામહેનતે આંતરિક વિખવાદ શાંત કરી 8 ઉમેદવારોના નામ તૈયાર કર્યા છે. પરંતુ હજુ હાઈકમાન્ડની મહોર બાકી હોવાથી ધાનાણી અને ચાવડાએ ગઈકાલથી જ દિલ્હીમાં ધામા નાખ્યા છે.

દિલ્હીમાં 8 ઉમેદવારોના નામ નક્કી થઈ શકેઃ આજે દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટી અને સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક મળવાની છે. જેમાં ધાનાણી અને ચાવડાએ ગુજરાતના ઉમેદવારોના નામો મુકશે. આ ઉપરાંત હાઈકમાન્ડ એ નામોની હા પાડે પછી કોંગ્રેસ 8 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરશે.

અલ્પેશની ટિકીટ માટે જિદ્દઃ પાટણ બેઠક પર પોતે અને સાબરકાંઠા બેઠક પર મળતીયાને ટિકીટ આપવા માટે લોબિંગ કરી રહ્યા છે. જોકે કોંગ્રેસે પાટણ પરથી જગદીશ ઠાકોરને લડાવવાનું મન બનાવી લીધું છે. અલ્પેશ ઠાકોરની જિદ્દીનો ઉકેલ લાવવા માટે ધાનાણી અને ચાવડા રાહુલ ગાંધીને પણ મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments