Saturday, September 25, 2021
Homeગુજરાત કોંગ્રેસ માંથી જગદીશ ઠાકોર- સીજે ચાવડા સહિત 6 નામ લગભગ નક્કી
Array

ગુજરાત કોંગ્રેસ માંથી જગદીશ ઠાકોર- સીજે ચાવડા સહિત 6 નામ લગભગ નક્કી

અમદાવાદઃ લોકસભાની 26 બેઠકો માટે આજે કોંગ્રેસના વધુ 6 બેઠકના ઉમેદવાર જાહેર થવાની શક્યતા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મુજબ, 28 માર્ચ સુધીમાં કોંગ્રેસ તમામ 26 બેઠકોના નામની જાહેરાત કરી દેશે. આજે જાહેર થનારા 6 ઉમેદવારોમાં 1-બી.કે. ખાંટ(પંચમહાલ), 2-નરેશ મહેશ્વરી(કચ્છ),3-સીજે ચાવડા (ગાંધીનગર), 4-ધર્મેશ પટેલ(નવસારી), 5-તુષાર ચૌધરી(બારડોલી),6-જગદીશ ઠાકોર(પાટણ)ના નામ સામેલ છે.

ઉમેદવાર પસંદગીને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 6 જેટલી સીટોને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદ અગામી ત્રણેક દિવસમાં ફરી સીઈસી(કોંગ્રેસ ઈલેક્શન કમિટી)ની બેઠક મળશે અને બાકીની બેઠકોના નામ જાહેર કરાશે.

આ પહેલા કોંગ્રેસે ચાર ઉમેદવારો જાહેર કર્યા હતાં. જેમાં 1-રાજુ પરમાર(અમદાવાદ, પશ્ચિમ)2-ભરતસિંહ સોલંકી(આણંદ)3-પ્રશાંત પટેલ(વડોદરા),4- રણજીત રાઠવા(છોટાઉદેપુર)નો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments