Tuesday, September 21, 2021
Homeગુજરાત થી પુણે જતો રૂપિયા 2.67 કરોડનો ગુટખા મુંબઈ પોલીસે જપ્ત કર્યો
Array

ગુજરાત થી પુણે જતો રૂપિયા 2.67 કરોડનો ગુટખા મુંબઈ પોલીસે જપ્ત કર્યો

મુંબઈ:ગુજરાતમાંથી ટ્રક દ્વારા પુણેમાં લઈ જવાનો રૂ. 2.67 કરોડનો ગુટખાનો જથ્થો મુંબઈની પાલઘર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. પોલીસને મળેલી માહિતીના આધારે મધરાત્રે નેશનલ હાઈવે પર ચારોટી ગામ નજીક એશિયન પેટ્રોલ પંપ પાસે ઊભેલા ત્રણ ટ્રકમાંથી આ માલ પકડાયો હતો.

ગુજરાતથી મહારાષ્ટ્રમાં ગુટખા દાણચોરીથી લાવવામાં આવી રહ્યો છે. એવી માહિતીને આધારે પોલીસે વાહનોની તપાસ શરૂ કરી હતી. તેમાં ત્રણ ટ્રક (MH 14 EM 8750, MH 14 EM 9778, MH 14 EM 9776)ની તપાસ કરતાં તેમાંથી ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ બોગસ દસ્તાવેજોને આધારે ગુટખાની દાણચોરી કરી પુણેમાં લઈ જતા હતા. હાલ પોલીસે કુલ રૂ. 2.67 કરોડનો ગુટખા જપ્ત કરાયો છે. ઉપરાંત રૂ. 90 લાખની કિંમતનાં ત્રણેય વાહનો પણ જપ્ત કરાયાં છે. આ કેસમાં પોલીસે 8 શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કે આ ગુટખા ક્યાંથી લાવ્યા અને તે મહારાષ્ટ્રમાં કોને પહોંચાડવાના હતાં.નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ગુટખા પર સંપૂર્ણ બંધી છે, જેથી ગુજરાતમાંથી દાણચોરી કરી મહારાષ્ટ્રમાં ગુટખાનો જથ્થો લાવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments