Thursday, September 23, 2021
Homeગુજરાત નાં ખોબા જેવડા આ ગામમાં રોજ ચોરી થાય છે, પોલીસને ફરિયાદ...
Array

ગુજરાત નાં ખોબા જેવડા આ ગામમાં રોજ ચોરી થાય છે, પોલીસને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન નથી આપતું!

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામા આવેલ માત્ર પાંચસોથી હજારની વસતી ઘરાવતુ રામપર ગામમા થોડાજ દીવસોમા ચોરો એ છથી સાત મકાનને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાની ચોરીને દહેશતનો માહોલ ઉભો કર્યો છે. ગામ લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ચોર મોટર સાયકલ પર આવી બંઘ મકાનને ટાર્ગેટ બનાવે છે ચોરીનો મોરડસ ઓપરેન્ડી એવી છે કે આગળીયાના નકુચા જ તોડી સીઘા ઘરમાં પ્રવેશ છે. અને હાથ સાફ કરી મોટર સાઇકલ પર જતા રહે છે.

પુવૅ સરપંચના કહેવા પ્રમાણે ગઇ કાલે જે ચોરી થઈ તેમા મકાનમા સુતેલા લોકોને રૂમમા આગળના બારણાનો આગળીયો બંઘ કરીને ચોર બિન્દાસ ચોરી કરી નાસી જાય છે. થોડા દીવસો પહેલા પણ આજ ગામમા ચોરીનો બનાવ બન્યો હતો અને અંદાજે લાખ સવા લાખ જેવી રોકડ રકમ અને ઘરેણાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આજે પણ રામપર ગામમાં આવેલ મકાનમાથી અદાજે વીસ હજાર જેવી રકમની ચોરી કરી ચોરોએ આ નાના એવા ગામમાં ભયનો મહોલ સર્જાયો છે.

આ ચોરીની ઘટનાથી ખોબા જેવડા રામપર ગામમા ભયનું વાતાવરણ સર્જાયું છે. લોકો રાતે સુતા પણ નથી અને પોલીસ ખાતાને જાણ કરી હોવા છતા ખાતા દ્વારા પુરતું ઘ્યાન ન અપાતું હોય તેવુ આ લોકો કહી રહ્યા છે. હાલમા લાઠી પોલીસ આ ઘટનાને ઘ્યાનમાં લઇ આગળની તપાસ ચલાવી રહી છે. હાલમા આ રામપર ગામના લોકો અવર નવાર બનતી ચોરીની ઘટનાથી લોકો ભયભીત અને પોતે અસુરક્ષિત મહેસુશ કરી રહ્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments