ગુજરાત પર આતંકી હુમલાનો ખતરો, બનાસકાંઠા બોર્ડર વિસ્તારમાં પોલીસની સઘન ચેકિંગ

0
15

પાલનપુર: ઈન્ટેલિજેન્સ બ્યૂરોએ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે બનાસકાઠાના બોર્ડર વિસ્તાર અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ નાના-મોટા વાહનોની પોલીસ અને GRDના જવાન સઘન ચેકિંગ કરી રહ્યાં છે.

જાહેર સ્થળોની સુરક્ષા વધારાઈ

 આઈબીના ઇનપુટ બાદ ગુજરાતના જાહેર સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. તેમજ રેલવે પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ,પ્રવાસીના લગેજનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગ આરપીએફ, ગુજરાત પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here