Tuesday, September 21, 2021
Homeગુજરાત યુનિવર્સિટીની Ph.D વિદ્યાર્થિનીની જાતીય સતામણી મામલે ડો. વશિષ્ઠ ભટ્ટ સસ્પેન્ડ
Array

ગુજરાત યુનિવર્સિટીની Ph.D વિદ્યાર્થિનીની જાતીય સતામણી મામલે ડો. વશિષ્ઠ ભટ્ટ સસ્પેન્ડ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી વિદ્યાર્થિનીની અધ્યાપક ડો. વશિષ્ઠ ભટ્ટે કરેલી જાતીય સતામણીની ફરિયાદનો તપાસ રિપોર્ટ ઈન્ટરનલ કમ્પેલન કમિટી (ICC)એ આજે બુધવારે સિન્ડિકેટની બેઠકમાં રજૂ કર્યો હતો. રિપોર્ટના આધારે ભટ્ટ સામે એક્શન લેવામાં આવી હતી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થિનીની અધ્યાપક ડો. વશિષ્ઠ ભટ્ટ સામેની જાતીય સતામણીની ફરીયાદ બાદ ઈન્ટરનલ કમ્પલેન કમિટીએ હાથ ધરેલી તપાસ પૂર્ણ કરી હતી અને તેનો રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કર્યો હતો. સિન્ડિકેટ ની બેઠકમાં નિયત માર્ગદર્શિકા અનુસાર દોષિતની સામે કડકમાં કડક કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવી હતી.ગાઈડ લાઈન મુજબ દોષિતની સામે આર્થિક દંડથી માંડીને સસ્પેન્શન, ટર્મિનેશન કરવા સુધીની કાર્યવાહી થાય છે.

વિદ્યાર્થિનીએ ડો. ભટ્ટ સામે કરેલા આરોપો સાચા સાબિત થતાં હોવાનું ICCને માલૂમ પડ્યું હતું. જેને પગલે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. રિપોર્ટ અનુસાર પ્રોફેસર જમ્યા બાદ રૂમમાં જતાં સીસીટીવીમાં દેખાયા હતા હતા. જેમાં તેઓ બે વિવિધ કેટેગરગીના રૂમમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેમના માર્ગદર્શન હેઠળ 3 વિદ્યાર્થિનીઓએ અભ્યાસ કરવાનો ઈન્કાર કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાયન્સ કેમિસ્ટ્રીની પીએચડીની વિદ્યાર્થિની સાથે ડો. વશિષ્ઠ ભટ્ટે જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીએ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને પણ ફરિયાદ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments