ગુજરાત યુનિવર્સિટીમાં આપઘાત કરી લેનારા અફઘાની વિદ્યાર્થીનો મૃતદેહ કાબુલ મોકલાયો

0
2
બોયઝ હોસ્ટેલમાં NRI બ્લોક પાસેના આસોપાલવના ઝાડ પર લટકીને મૂળ અફઘાનિસ્તાનના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ લીધો હતો. 18 જૂનના રોજ વિદ્યાર્થીએ આપઘાત
બોયઝ હોસ્ટેલમાં NRI બ્લોક પાસેના આસોપાલવના ઝાડ પર લટકીને મૂળ અફઘાનિસ્તાનના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ લીધો હતો. 18 જૂનના રોજ વિદ્યાર્થીએ આપઘાત
  • આસોપાલવના ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું
  • ફ્લાઈટ ઓછી હોવાથી દુબઈ વાયા કરીને મૃતદેહ મોકલાયો

અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં NRI બ્લોક પાસેના આસોપાલવના ઝાડ પર લટકીને મૂળ અફઘાનિસ્તાનના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ લીધો હતો. 18 જૂનના રોજ વિદ્યાર્થીએ આપઘાત કરી લીધા બાદ તેના મૃતદેહને કોરોનાને કારણે ફ્લાઈટ ઓછી ચાલતી હોવાથી વતન કાબુ મોકલવાનો પ્રશ્ન ઉભો થયો હતો.

આ દરમિયાન અફઘાનિસ્તાન કોન્સ્યુલેટે પીક્સી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જેથી ઓછી ફ્લાઈટ વચ્ચે મૃતદેહને દુબઈ વાયા કરીને તેમના વતન મોકલવામાં આવ્યો હતો.

મૃતદેહને વતન મોકલવા પ્રોસેસ કરવી પડી
પીક્સીના ડાયરેક્ટર ડો. વિનેશ શાહે જણાવ્યું કે પોલીસ અને કોન્સ્યુલેટની કામગીરી કરી પોસ્ટમાર્ટમ બાદ મૃતદેહ સડી ન જાય તે માટે એમ્બાલમીંગ પ્રોસેસ કરાઈ હતી. કોરોનાની મહામારીના સંજોગામાં જરૂરી બધી જ કાર્યવાહી ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ કરી મૃતદેહને ઈન્ટરનેશનલ ગાઈડલાઈન મુજબ પેક કરી કોફીનમાં મુકી તેને પણ સીલબંધ પેક કરાઈ હતી.

હાલમાં ફ્લાઈટ ખૂબ જ ઓછી હોવાથી મૃતદેહને અમદાવાદથી દુબઈ અને ત્યાંથી વાય કરીને અફઘાનિસ્તાનના કાબુલ મોકલાયો હતો.ચકચારી કેસ હોવાથી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here