ગુજરાત સરકારે વિમાન-હેલિકોપ્ટર માટે 2 વર્ષમાં રૂ. 12.16 કરોડ ખર્ચ્યા

0
57

ગાંધીનગર: મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે રાખવામાં આવેલા રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરાયો છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્ય સરકારની માલિકીના વિમાન માટે વર્ષ 2017માં 2.35 કરોડ અને વર્ષ 2018માં 3.14 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ 2017માં 3.23 કરોડ અને વર્ષ 2018માં 3.43 કરોડનો ખર્ચ થયો હતો.

ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરી બનશે: પ્રદીપસિંહ

માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ વિધાનસભામાં પૂછેલા સવાલના જવાબમાં રાજ્યકક્ષના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ભારત સરકારે ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં સુધારો કરી ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનને ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ મુકવાનું નક્કી કરાયા બાદ ગુજરાતમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here