ગુજરાત : સ્ટેચ્યૂની સુરક્ષા માટે જિલ્લાવાર 50 જવાનને મોકલવાનો DGનો આદેશ

0
44

અમદાવાદ: સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનારા નાગરિકોની સંખ્યામાં ખાસ કરીને શનિ અને રવિવારના રોજ થઈ રહેલા વધુ પડતા ધસારા દરમિયાન સ્ટેચ્યૂ અને તેની આસપાસના વિસ્તારની સુરક્ષા માટે સ્પેશિયલ 50 પોલીસ જવાનોની ટીમ તહેનાત કરવાનો રાજ્ય પોલીસ વડાએ નિર્ણય કર્યો છે. આ મામલે રાજ્યના તમામ રેન્જ આઈજીઓને પરિપત્ર પાઠવી આદેશ આપવામાં આવ્યો છે.

દરેક પોલીસ અધિક્ષકને 50 જવાનની ટીમ બનાવવા સૂચના અપાઈ
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંદર્ભે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યાનુસાર હાલમાં દરેક શનિવારે તથા રવિવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા સરદાર સરોવર ડેમ, કેવડિયા તથા તેના પરિસર અને આસપાસના કુદરતી સૌંદર્યની મુલાકાતે આવી રહ્યા છે. આ સંજોગોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા તેની આસપાસના વિસ્તારોની સઘન સુરક્ષા રાખવી જરૂરી છે. આ અંગે તમામ રેન્જના વડાઓ, નાયબ પોલીસ અધિક્ષકોને 50 જવાનની ટીમ બનાવવા માટે સૂચના આપવામાં આવી છે.

બંદોબસ્તમાં રોટેશનવાઈઝ દરેક રેન્જમાંથી વાહન સાથે મોકલવાના રહેશે
આ માટે સંબંધિત પોલીસ અધિકારીઓએ જેમણે પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરી હોય તેવા જવાનોનું લિસ્ટ તૈયાર કરી, સૂચના પ્રમાણે કુલ 50 જવાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બંદોબસ્તમાં રોટેશનવાઈઝ દરેક રેન્જમાંથી વાહન સાથે મોકલવાના રહેશે. શુક્રવારે રાતથી રવિવારે રાત સુધી આ ટીમ ફરજ બજાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here