Thursday, October 21, 2021
Homeગુણોથી ભરપૂર હોય છે કાળી દ્રાશ, ફાયદા વાંચીને આજથી શરૂ કરી દેશો...
Array

ગુણોથી ભરપૂર હોય છે કાળી દ્રાશ, ફાયદા વાંચીને આજથી શરૂ કરી દેશો ખાવાનુ

આજકાલ માર્કેટમાં કાળી અને લીલા દ્રાશ ખૂબ જ મળે છે આ જ તો સિઝન છે જેમાં દ્રાશ ખાવાની મજા પડે છે. કેટલાક લોકોને કાળી દ્રાશ વધારે ભાવતી હોય છે તો કેટલાક લોકો લીલા દ્રાશ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. બંને દ્રાશ આમ તો શરીર માટે ફાયદાકારક છે પણ આજે અમે તમને કાળી દ્રાશ માટે જણાવીશું.

મીઠી અને કાળી રંગની દ્રાશ પોષકતત્વો અને એન્ટીઓક્ટિડન્ટ્સથી ભરપૂર હોય છે. યુરોપ અને નોર્થ ઇસ્ટમાં લગભગ 6-8 હજારો વર્ષો પહેલા દ્રાશની ખેતી શરૂ થઇ હતી. વાઇન બનાવવા માટે સૌથી વધુ વપરાતી આ દ્રાશ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

કાળી દ્રાશ ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમમાં રક્ષણ મળે છે. મેટાબોલિક સિન્ડ્રોમ  એટલે એવી સ્થિતિ જેમાં બ્લડપ્રેશર વધી જાય, બલ્ડ શુગર લેવલ વધી જાય, કમરની આસપાસ ચરબીના થર જામે અને ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય. આ બધા જ કારણે હૃદયરોગ, ટાઇપ 2 ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. દ્રાશમાં રહેલું રિઝર્વેટ્રલ નામનું તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. સાથે જ કાળી દ્રાક્ષમાં રહેલા ફિટોકેમિકલ્સ હૃદયના સ્નાયુઓને નુકસાન થતુ અટકાવે છે. તેમજ શરીરમાં કોલેસ્ટ્રોલનુ સ્તર નિયત્રિંત કરે છે.

કાળી દ્રાશમાં રહેલા લૂટીન અને ઝેક્સાન્થિન નામના તત્વો રહેલા છે. દ્રષ્ટિ તેજ બનાવવામાં મદદ કરે છે. એક સ્ટડી અનુસાર, કાળી દ્રાશ ખાવાથી રેટિના સ્વસ્થ રહે છે અને અંધાપો આવતો નથી.

કાળી દ્રાશમાં રહેલા એન્ટી મ્યુટેજેનિક અને એન્ટીઓક્સિડન્ટ બ્રેસ્ટ કેન્સર સહિતના દરેક પ્રકારના કેન્સર સામે લડવા માટે મદદરૂપ થાય છે. દ્રાશમાં રહેલા રિઝર્વેટ્રલ એન્ટી ઓક્સિડન્ટ્રસ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જે કેન્સરકારક કોષોનો નાશ કરે છે.

કાળી દ્રાશ ખાવાથી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે. દ્રાશમાં રહેલું રિબોફ્લવિન નામનું તત્વ માઇગ્રેનમાં અસરકારક છે. અલ્ઝાઇમરના દર્દીઓને પણ દ્રાશ ખાવાથી ફાયદો થાય છે.

કાળી દ્રાશમાં ઇન્સ્યુલિનનુ પ્રમાણ સંતુલિત રાકવા માટે લાભદાયી છે. દ્રાશમાં રહેલુ Petrostilbene નામનું તત્વ લોહીમાં શુગર લેવલ ઘટાડવામાં ફાયદાકારક છે. જોકે ડાયાબિટીસના દર્દીઓને દ્રાશ ઓછી ખાવાની સલાહ આપવામાં આવે છે.

કાળી દ્રાશમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન E સ્કાલ્પ સુધી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે, વાળને ખરતા અટકાવે છે, બેં મોઢાવાળા થતા નથી અને સમય કરતા વહેલા વાળ સફેદ થઇ જતા અટકાવે છે. દ્રાશમાં રહેલી એન્ટી ઓક્સિડન્ટ્સ હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે તત્ચાનું રક્ષણ કરેછે.  તેમાં રહેલુ વિટામિન C સ્કીન સેલનુ નવસર્જન કરે છે અને વિટામિન E ત્વચામાં ભેજ જાળવી રાખવામાં ઉપયોગી છે.

કાળી દ્રાશમાં રહેલી વિટામિન C, K, A અને મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સાથે જ તેમા રહેલા ઓર્ગેનિક એસિડ કબજિયાત, અપચો અને કિડનીની સમસ્યાઓમાં લડવામાં મદદરૂપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments