Monday, October 18, 2021
Homeગુરૂવારનું ભવિષ્ય: વૃશ્ચિક સહિત 8 રાશિના લોકો માટે સારા દિવસો, વિવિધ બાબતોમાં...
Array

ગુરૂવારનું ભવિષ્ય: વૃશ્ચિક સહિત 8 રાશિના લોકો માટે સારા દિવસો, વિવિધ બાબતોમાં આર્થિક લાભ મળી શકે છે

28 ફેબ્રુઆરીનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. ગુરૂવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા..

 

મેષ– પોઝિટિવ- તમારા માટે દિવસ સામાન્ય રહેશે. લેણ-દેણ અને રોકાણ માટે પ્લાનિંગ કરશો. એકસાથે ઘણાં કામ કરવાં પડશે, એટલે એકાગ્રતાથી કામ કરવાં. કામ અને મહેનત બંને વધારે રહેશે, પરંતુ સફળતા પણ મળશે.

નેગેટિવ- કોઇપણ બાબતમાં વધારે જીદ ન કરવી. કોઇ આજે તમારી પર્સનલ બાબતે નકારાત્મક ટિપ્પણી કરી શકે છે.

ફેમિલી- પરિવાર સાથે ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. કેટલાંક પરિણીત લોકોને ખટરાગ થશે. સંતાન અને પરિવારની મદદ ઓછી જ મળશે.

લવ- લવ લાઇફમાં તમે ભાવુક બની શકો છો. પાર્ટનરને મળી તેને ખુશ કરવા માટે ખર્ચ કરી શકો છો. આજે પ્રપોઝ કરવા માટે સારો દિવસ છે.

કરિયર- નીચલા વર્ગના લોકોનો સહયોગ મળી રહેશે અને તેનાથી ફાયદો પણ થશે. બિઝનેસમાં નવી યોજનાઓ સામે આવી શકે છે. સ્ટડી માટે દોડ-ભાગ રહી શકે છે.

હેલ્થ- નાક, કાનની સમસ્યાઓ સતાવી શકે છે.

શું કરવું- કોઇ ગરીબ કન્યાને દાનમાં મહેંદી આપો.

વૃષભ– પોઝિટિવ- તમારાં કામ અટકશે નહીં. કોઇ કામ એકવાર શરૂ થયા બાદ, અડચણ વગર દૂર થશે. કેટલાક લોકો તમારી પાસે વધારે અપેક્ષાઓ રાખી શકો છો. બીજાંની જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન આપવું. સાથે કામ કરતા લોકોની મદદ મળી રહેશે. કામ સમયસર પૂરાં થશે.

નેગેટિવ- રોજિંદાં કામમાં મન ઓછું લાગશે. તમારું પ્લાનિંગ કોઇ સાથે શેર ન કરવું. તમારું પ્લાનિંગ પાર્ટનર સાથે શેર ન કરવું. લોકોની નજરમાં તમારી નેગેટિવ ઇમેજ પણ બની શકે છે.

ફેમિલી- જીવનસાથી કે પાર્ટનર દ્વારા કોઇ ગિફ્ટ મળી શકે છે.

લવ- પ્રેમી સાથે સારો સમય પસાર કરવા મળશે. આગામી દિવસોનું પ્લાનિંગ થઈ શકે છે.

કરિયર- બિઝનેસમાં નાની અને ફાયદાકારક યાત્રાના યોગ છે. નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરીમાં દુશ્મનોના કારણે પરેશાની થઈ શકે છે. ઘરે બેસવું વધારે સારુ રહેશે.

હેલ્થ- જૂના રોગોથી છૂટકારો મળી શકે છે.

શું કરવું- રોટલી પર થોડા ભાત મૂકી ગાયને ખવડાવો.
મિથુન– પોઝિટિવ- કામકાજ અને તમારી જવાબદારી વધી શકે છે. નવી જગ્યાઓ પર જવાના યોગ છે. નવી વસ્તુઓ શીખવા મળશે. પ્રેમી સાથે સંબંધો અને નજીકના સંબંધોની બાબતમાં પ્રગતિ થશે. મગજમાં ઉથલ-પાથલ રહેશે, પરંતુ તેનાથી ફાયદો પણ થશે. પ્રેક્ટિકલ રહેવું. નોકરીમાં પોતાના પર્ફોર્મેન્સ પર ધ્યાન આપવું. ધન સંબંધિત યાત્રા થઈ શકે છે.

નેગેટિવ- ઓફિસમાં નસીબનો પૂરતો સાથ નહીં મળી શકે. કામના પારણના કારણે પોતાના માટે સમય નહીં કાઢી શકો. દુશ્મનોના વ્યવહારથી સાવધાન રહેવું. બિઝનેસમાં પૈસા અટકી શકે છે.

ફેમિલી- પાર્ટનર દ્વારા સુખ અને ખુશીઓ મળી શકે છે.

લવ- લવ લાઇફ સારી રહેશે. નવા મિત્રો મનશે અને તમે સંબંધોને નિભાવી પણ સકશો.

કરિયર- નોકરીમાં તમારું પર્ફોર્મન્સ સામાન્ય કરતાં થોડું ઓછું રહેશે. કોઇ સવાલ કે સમસ્યામાં સફાઇ શકો છો. આગળ વધવાના શોર્ટકટ મળી શકે છે.

હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી. મોસમી બીમારીઓ સતાવી શકે છે.

શું કરવું- ખાવાની થાળીમાં એક ચમચો ભાત લઈ ગાયને ખવડાવો.
કર્ક– પોઝિટિવ- મહત્વના લોકો સાથે બહુ સારો તાલમેળ રહેશે. મહત્વના સંબંધો સારા રહેશે. પૈસાની સ્થિતિમાં થોડા વિચારીને આગળ વધવું. કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે, જેને ખુશી-ખુશી સ્વિકારવી ફાયદાકારક રહેશે. નવી યોજનાઓ બની શકે છે અને તેનાથી તમને ફાયદો પણ મળશે.

નેગેટિવ- દરેક કામમાં સાવધાની રાખવી. લોકોને આશ્વાસન આપવાથી તમારું જ નુકસાન થશે. બીજાંના વિવાદમાં દખલ ન દેવી. કોઇને વણમાંગી સલાહ ન આપવી.

ફેમિલી- પરિવારમાં એકતા રહેશે. નકામી ચર્ચામાં ન પડવું, નહીંતર જીવનસાથી સાથે અણબન થઈ શકે છે.

લવ- લવ કપલ ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. પ્રપોઝ કરવાનું ઇચ્છતા હોય તો દિવસ સારો છે.

કરિયર- કામકાજમાં બદલાવ કરવાની ઇચ્છા થશે. નોકરી અને બિઝનેસમાં મન ઓછું લાગશે. ભણવામાં મન ઓછું લાગશે. એકલા બેસીને વિચાર કરશો તો સફળતાનો રસ્તો મળશે. આગામી દિવસો માટે પ્લાનિંગ કરી સકશો.

હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીઓ દૂર થશે.

શું કરવું- રોટલી પર હળદર અને ઘી લગાવી પીપળા નીચે મૂકી આવો.
સિંહ– પોઝિટિવ- બિઝનેસ અને નોકરીમાં કઈંક સારું થવાના સંકેત મળી શકે છે. ઓફિસનાં કામ કે કોઇ શોખના કારણે તમે વ્યસ્ત રહેશો. કોઇ મહત્વની પાર્ટનરશિપમાં પ્રગતિના યોગ છે. પ્રેમી સાથે સારો સમય પસાર થશે. કેટલીક જવાબદારીઓ અને મહત્વનાં કામ પૂરાં કરી સકશો. રોકાણ કે કોઇને આર્થિક મદદ કરતાં પહેલાં સલાહ લેવી. નવું મકાન ખરીદવાની ઇચ્છા થઈ શકે છે.

નેગેટિવ- કોઇ બાબતે તમારી મુશ્કેલીઓ વધી શકે છે. લગભગ દરેક કામમાં સાવધાની રાખવી. લોકોને ખોટા વાયદા કરવા નુકસાનકારક નીવડી શકે છે. લેણ-દેણમાં સાવધાની રાખવી. માનસિક તણાવ રહેશે. કેટલીક બાબતોમાં નસીબનો સાથ નહીં મળે. રોજિંદાં કામમાં કોઇ બદલાવ ન કરવો. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો.

ફેમિલી- કોઇ ખાસ બાબતે પરિવાર સાથે વાતચીત થઈ શકે છે. ધાર્મિક યાત્રાના પણ યોગ છે.

લવ- લવ લાઇફ સારી રહેશે. પાર્ટનરનો પ્રેમ અને સુખ મળી રહેશે.

કરિયર- પૈસાનું ધ્યાન રાખવું. નોકરિયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળી રહેશે. ભણવામાં મન ઓછું લાગશે.

હેલ્થ- સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. જૂની બીમારીઓ સતાવી શકે છે.

શું કરવું- કોઇ ગરીબને જૂના મોજા આપો અથવા ફેંકી દો.
કન્યા– પોઝિટિવ- જૂના સંબંધો મજબૂત થશે. કોઇ મહત્વનું કામ હાથમાં લેતાં પહેલાં વિચારી લેવું કે, તમારે કેટલીક મહત્વની જવાબદારી નિભાવવી પડી શકે છે. બીજાંની મદદ કરશો તો તેનાથી તમને ખુશી મળશે. ધનલાભ થશે, તમારાં વિચારેલાં કામ પૂરાં થશે. કેટલાક નવા અનુભવ મળી શકે છે. ઓફિસ કે ફિલ્ડમાં સાથીઓનો સહયોગ મળી રહેશે. દેવું પૂરું કરવા માટે નવો રસ્તો મળી રહેશે.

નેગેટિવ- ગુસ્સા પર કંટ્રોલ નહીં રાખો તો કામ બગડી શકે છે. કોઇપણ કામમાં અતિરેક ન કરવો, નહીંતર મુશ્કેલીઓ વધી શકે છે.

ફેમિલી- પિતાની મદદ મળી શકે છે. વાદ-વિવાદમાં ન પડવું, નહીંતર સંબંધોમાં ખટાશ આવી શકે છે.

લવ- પાર્ટનર સાથે પ્રેમથી વર્તવું.

કરિયર- બિઝનેસ સારો રહેશે. જૂનું ધન પણ મળી શકે છે. કરિયર પસંદ કરવામાં કન્ફૂઝન વધી શકે છે.

હેલ્થ- જૂના રોગ મળી શકે છે, પરંતુ નાની-મોટી સમસ્યાઓ સતાવી શકે છે.

શું કરવું- વડનાં પાન પર રામ લખી હનુમાનજીને ચઢાવો.
તુલા– પોઝિટિવ- તમારી લવ લાઇફમાં કોઇ મોટો બદલાવ આવી શકે છે. મુશ્કેલીઓમાં ઘટાડો આવી શકે છે. તમને કામ માટે પૂરતો સમય મળી રહેશે. મોટાભાગની બાબતોમાં તમને સફળતા મળશે. કોઇ નવી યોજના કે કામ માટે સારો દિવસ છે. કઈં નવું કરવા માટે દિવસ સારી રહેશે.

નેગેટિવ- કઈં પણ બોલવામાં સાવધાની રાખવી. ગુપ્ત વાતો બહાર ન આવે તેનું ધ્યાન રાખવું. કોઇને ઉધાર પૈસા ન આપવા. કેટલાંક કામમાં મન નહીં લાગે. દુશ્મનો તમને પરેશાન કરી શકે છે. નોકરીમાં બદલાવના યોગ છે. ખર્ચ વધશે.

ફેમિલી- ઘર-પરિવારનાં કામનું ભારણ ઓછું થશે. કોઇ ખાસ બાબતે જીવનસાથીનો સહયોગ મળી રહેશે. પ્રેમની બાબતમાં સફળતા મળશે.

લવ- દિલની વાત સાંભળશો, પરંતુ સમજી નહીં શકો કે શું કર અને શું ન કરવું. પાર્ટનર કે પ્રેમી સાથેના વિવાદથી બચવું.

કરિયર- કામમાં મન ઓછું લાગશે. ઘણા નિર્ણય મુશ્કેલ રહી શકે છે. ભણવામાં મન ઓછું લાગશે. નકામાં કામમાં સમય બગડી શકે છે.

હેલ્થ- પેટના રોગ અને માનસિક રોગ વધવાની શક્યતા છે.

શું કરવું- દિવસમાં બે વાર મીઠાના પાણીથી પગ ધોવા.
વૃશ્ચિક– પોઝિટિવ- કેટલાક લોકો તમારાથી એટ્રેક્ટ થઈ શકે છે. ધનલાભના યોગ છે. દુશ્મનો પર જીત મળી શકે છે. ઓફિસમાં કામનું ભારણ વધારે રહેશે. નોકરીમાં પ્રગતિ રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મોટાભાગની બાબતોમાં નુકસાનથી બચી સકશો. મિત્રોની મદદ મળી શકે છે.

નેગેટિવ- ધનની અછત વર્તાઇ શકે છે. પૈસાની બાબતમાં આજે જરૂર કરતાં વધારે ખર્ચ થઈ શકે છે. આળસના કારણે મહત્વનાં કામ હાથમાંથી સરકી શકે છે અથવા અધૂરાં પણ રહી શકે છે.

ફેમિલી- સંતાન દ્વારા સુખ અને આર્થિક મદદ મળવાના યોગ છે. ઘરથી દૂર રહેતા લોકોની મદદથી ફાયદો મળી શકે છે. લગ્ન પ્રસ્તાવ પણ મળી શકે છે.

લવ- પર્સનલ સંબંધોમાં મતભેદ થઈ શકે છે. ધીરજ રાખવી, આ સમય પસાર થઈ શકે છે.

કરિયર- કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં દુશ્મનો પર જીત મળશે. ઈન્ટરવ્યૂ આપવા માટે સારો સમય છે. સ્ટૂડન્ટ્સને સફળતા મળશે.

હેલ્થ- આળસ ત્યાગવી, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે.

શું કરવું- લાલ કપડા પર સિંદૂરથી ત્રિશૂળ બનાવી માતાજીના મંદિરમાં ચઢાવો.

ધન– પોઝિટિવ- તમારી વાત અને કામની અસર લોકો પર પડશે. લોકો તમારી વાત સાંભળશે. કોઇ એવી યાત્રા થઈ શકે છે, જેનાથી તમને ફાયદો મળે. જૂના વિવાદોનું સમાધાન મળી શકે છે.

નેગેટિવ- વિચારેલાં કામ પૂરાં કરવામાં મુશ્કેલી આવી શકે છે. કોઇપણ જોખમી કામ ન કરવું કે મોટો નિર્ણય ન કરવો. કેટલીક અણસમજણોના કારણે મુશ્કેલીઓ આવી શકે છે. ખર્ચ પર કંટ્રોલ રાખવો. નકામી ખરીદી થઈ શકે છે. યાત્રાઓમાં ખર્ચના યોગ છે. વિરોધીઓથી સાવધાન રહેવું. શેરમાં રોકાણ કરતાં પહેલાં વિચારવું.

ફેમિલી- પરિવારના લોકોનું સમર્થન અને સહયોગ મળી રહેશે.

લવ- રોમાંસના અવસર મળી શકે છે. કુંવારા લોકોને લગ્નની તક મળી શકે છે. કેટલાક લોકો લવ લાઇફમાં અડચણો નાખવાનો પ્રયત્ન કરશે. પ્રેમી સાથે જેટલો વધુ સમય પસાર કરવા મળે એટલો કરવો.

કરિયર- વધારે કમાવાની લાલચમાં શેર-સટ્ટામાં પૈસા ન લગાવવા. ભણવામાં વધારે મન પરોવવાનો પ્રયત્ન ન કરવો. જાત સાથે જબરજસ્તી ન કરવી.

હેલ્થ- ઊંઘની ઊણપના કારણે થાક અને આંખની મુશ્કેલી રહેશે.

શું કરવું- 9 વર્ષ સુધીની કન્યાને માવાની મિઠાઇ ખવડાવો.

મકર– પોઝિટિવ- કેટલાક નવા મિત્રો મળી શકે છે. પસંદગીનાં કામમાં ઉત્સુક રહેશો. થોડો આરામ પણ કરવો. કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવાનો ફાયદો મળી રહેશે. મહત્વની વાતને ગંભીરતાથી લેવી. વિચારસરણી પોઝિટિવ રાખવી.

નેગેટિવ- જરૂર કરતાં વધારે ઈગો ન રાખવો. ઓફિસ કે ફિલ્ડમાં નેગેટિવ વાતાવરણ બની શકે છે. સંબંધો તોડવામાં ઉતાવળ ન કરવી. કેટલાક મિત્રો પર વિશ્વાસ મૂકવો યોગ્ય નહીં રહે. યાત્રામાં ખર્ચ વધી શકે છે. અસફળતાના કારણે તણાવ વધી શકે છે.

ફેમિલી- જીવનસાથી જ તમારી સૌથી મોટી તાકાત બની રહેશે.

લવ- લવ પ્રપોઝલમાં ઉતાવળ ન કરવી, ધીરજ રાખવી.

કરિયર- કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવું. ભણવા પર ધ્યાન આપવું. આડાં-અવળાં કામમાં સમય ન બગાડવો.

હેલ્થ- ભૂખ ન લાગવાની કે અનિંદ્રાની સમસ્યા સતાવી શકે છે.

શું કરવું- કોઇ ગરીબ બાળકને પુસ્તક કે સ્ટેશનરીનું દાન કરવું.
કુંભ– પોઝિટિવ- તમારું પૂરું ધ્યાન કરિયરમાં આગળ વધવા પર રહેશે. તમે તોડા મૂડી અને સંવેદનશીલ બની શકો છો. સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. જૂનાં ટેન્શન દૂર થશે. દિવસ સામાન્ય રહેશે. સુખદ ઘટનાઓ થશે.

નેગેટિવ- આવકમાં વધારો થવા છતાં તમે તેનાથી ખુશ નહીં થાઓ. ઓફિસ કે ફિલ્ડમાં સાવધાની રાખવી. કોઇ સાથે અણબન થઈ શકે છે. ઓફિસની કોઇ સ્થિતિના કારણે તમારો મૂડ બગડી શકે છે.

ફેમિલી- ફેમિલી સાથે સારો સમય પસાર થશે.

લવ- પાર્ટનરના મૂડનું ધ્યાન રાખવું.

કરિયર- નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોનો સહયોગ મળી શકે છે. મન ખુશ રહેશે. કામ પૂરાં થશે. ભૂતકાળમાં કરેલ મહેનતનું ફળ મળી શકે છે.

હેલ્થ-  આખો દિવસ દોડભાગ રહેશે, જેના કારણે માથાનો દુખાવો સતાવી શકે છે. થાક પણ રહેશે. આરામ કરવો.

શું કરવું- શિવલિંગ પર ચઢાવેલ જળ પીવું.
મીન– પોઝિટિવ- સામાજિક દાયરામાં તમે બહુ સક્રિય રહેશો અને સફળ પણ થશો. કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો તમને સાથ આપવા તૈયાર રહેશે. મોટાભાગના મિત્રો તમારો સાથ નિભાવશે. કેટલાક મિત્રો ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. નવી જવાબદારીઓ પણ તમને મળી શકે છે.

નેગેટિવ- કોઇને કોઇ વાતનું ટેન્શન સતાવ્યા કરશે. કોઇ કામમાં ઉતાવળ ન કરવી. નાની-નાની વાતમાં લોકો સાથે ચર્ચામાં ન પડવું. કેટલીક બાબતોમાં નસીબનો સાથ નહીં મળી શકે.

ફેમિલી- જીવનસાથીની મદદથી તમને ફાયદો મળી શકે છે.

લવ- લવ લાઇફમાં ખુશી અને તાલમેળ રહેશે.

કરિયર- અટકેલું ધન પાછું મળવાના યોગ છે. અધિકારીઓ તમારાથી ખુશ થશે. નવી જવાબદારીઓ મળી શકે છે. સ્ટડીમાં કોઇ મોટો નિર્ણય નહીં લઈ શકો.

હેલ્થ- સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. મોસમી બીમારીઓ સતાવી શકે છે.

શું કરવું- 1 મુઠ્ઠી ઘઉંને કોઇપણ મંદિરમાં દાન કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments