Wednesday, December 8, 2021
Homeગુલાબજાંબુ બન્યા પાકિસ્તાનની નેશનલ મિઠાઇ, Twitter પર લોકોએ ઉડાવી મજાક
Array

ગુલાબજાંબુ બન્યા પાકિસ્તાનની નેશનલ મિઠાઇ, Twitter પર લોકોએ ઉડાવી મજાક

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર લોકોને એક સવાલ પૂછ્યો કે પાકિસ્તાનની રાષ્ટ્રીય મિઠાઇ કઇ છે? આ સવાલના જવાબમાં ત્રણ ઓપ્શન રાખ્યા – જલેબી, ગુલાબ જામુન અને બરફી. મોટાંભાગના પાકિસ્તાનીઓએ ગુલાબ જામુનને પસંદ કર્યા, પરંતુ કેટલાંક લોકોએ ટ્વીટર પર કોમેન્ટ્સનો વરસાદ લાવી દીધો.

લોકોએ પુછ્યું, સોન પાપડી અને હલવા ભૂલી ગયા?

જે મળશે એ ખાઇ લઇશું

ટ્વીટર પર લોકોએ કોમેન્ટ કરી કે જે પણ મળી જાય તેને નેશનલ સ્વીટ સમજીને ખાઇ લઇશું. તો કોઇએ કીધું હલવા અને સોન પાપડીને ભૂલી ગયા? વળી અન્ય એક યૂઝરે કહ્યું કે, પાકિસ્તાનના મોટાંભાગના લોકોને જલેબી પસંદ છે.

પાકિસ્તાન સરકારના આ સવાલનો જવાબ આપવા માટે અંદાજિત 15 હજાર લોકો આ ક્વિઝ સાથે જોડાયા. તેમાંથી 47 ટકા લોકોએ એટલે કે સૌથી વધુ વોટ ગુલાબજાંબુને આપ્યા. 34 ટકા લોકોએ બરફીને પસંદ કરી તો 19 ટકા લોકોએ જલેબીને વોટ આપ્યો.

પાક ગવર્મેન્ટના ટ્વીટર પર 5 લાખ ફૉલોઅર્સ

પાકિસ્તાન સરકારના ટ્વીટર એકાઉન્ટ પર અંદાજિત 5 લાખ ફૉલોઅર્સ છે. અહીંની વસતી અંદાજિત 19.7 કરોડ છે.

ગુલાબજાંબુ ઉપરાંત પાકિસ્તાનમાં કરાચીનો હલવો, જલેબી, મોતીચૂરના લાડુ અને બૂંદીના લાડુ પસંદ કરવામાં આવે છે. પરંતુ આ બધાને પાછળ છોડીને પાકિસ્તાનમાં ગુલાબ જાંબુ રાષ્ટ્રીય મિઠાઇ બની ગઇ છે.

ભારતમાં જલેબીને રાષ્ટ્રીય મિઠાઇ કહેવામાં આવે છે, જો કે અહીં સત્તાવાર રીતે જલેબીને નેશનલ સ્વીટ તરીકે માન્યતા પ્રાપ્ત નથી.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments