Tuesday, September 21, 2021
Home'ગુલાલ' એક્ટર સાવી સિદ્ધુ કામ ન મળતાં વોચમેનની નોકરી કરે છે, અનુરાગ...
Array

‘ગુલાલ’ એક્ટર સાવી સિદ્ધુ કામ ન મળતાં વોચમેનની નોકરી કરે છે, અનુરાગ કશ્યપ અને રાજકુમાર રાવ સપોર્ટમાં આવ્યા

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવા ઘણી મહેનત લાગતી હોય છે પણ એકવાર એન્ટર થઈને ત્યાં ટકી રહેવામાં વધુ મહેનત લાગે છે. આ વાત ‘ગુલાલ’, ‘પટિયાલા હાઉસ’ અને ‘બ્લેક ફ્રાઈડે’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર સાવી સિદ્ધુ માટે તદ્દન સાચી પડી. સાવી સિદ્ધુ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર તો થઇ ગયા પણ લાંબો સમય ટકી શક્યા નહીં. કામ ન મળવાના કારણે તેમણે વોચમેનની નોકરી કરવાની શરૂ કરી દીધી. એક્ટિંગનું કામ ન મળતાં તેની નાણાકીય હાલત લથડી જતા અંતે તેમણે 12 કલાકની વોચમેનની નોકરી સ્વીકારી લીધી. સાવી સિદ્ધુની આ સ્ટોરીનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં રાજકુમાર રાવ અને અનુરાગ કશ્યપને સાવીની સ્ટોરીની જાણ થઇ. રાજકુમારે આ વીડિયો અપલોડ કરનાર પોર્ટલનો આભાર પણ માન્યો.

સાવીએ તેના કરિયરની શરૂઆત અનુરાગ કશ્યપ સાથે કરી હતી. સાવીએ અક્ષય કુમાર સાથે ‘પટિયાલા હાઉસ’માં અને આયુષ્માન ખુરાના સાથે ‘બેવકૂફિયાં’માં કામ કર્યું છે. રાજકુમાર રાવે અને અનુરાગ કશ્યપે સાવીને સપોર્ટ કરતા ટ્વીટ પણ કર્યું છે.

રાજકુમારે લખ્યું કે, સાવી સિદ્ધુ સર, તમારી સ્ટોરીથી ઘણી પ્રેરણા મળી. આપણી ફિલ્મોમાં તમારા કામને હું હંમેશાં વખાણતો આવ્યો છું. તમારી સકારાત્મકતા ખૂબ ગમી. હું જરૂરથી મારાં કાસ્ટિંગ ફ્રેન્ડ્સને તમારા સુધી પહોંચવા માટે કહીશ. ખંત જ દરેક વિઘ્નોમાંથી બહાર આવવાની ચાવી છે.

અનુરાગ કશ્યપે જણાવ્યું કે, હું સાવી સિદ્ધુનો એક્ટર તરીકે આદર કરું છું. મેં એમને ત્રણ વખત કાસ્ટ કર્યા છે જ્યારે એમણે રોલને અર્ન કર્યો હતો. મને એમના પર માન છે કે એમણે પોતાનું જીવન સમ્માન સાથે જીવવાનું પસંદ કરીને એક જોબ સ્વીકારી લીધી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments